________________
અંડગોલિક મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય. ઊંચી કદાવર કાયાવાળા માંસાહારી તે જળચર મનુષ્યો જમીન ઉપર ચાલી શકે અને પાણીમાં તરી શકે તેવા હોય છે.
રત્નદ્વીપના વેપારીઓને દરિયામાંથી રત્નો લેવા હોય છે. જળચર પ્રાણીઓ પોતાને ગળી ન જાય, દૂર રહે, દરિયામાં ડૂબી ન જવાય તે માટે તેમને આ જળચર મનુષ્યોના અંડકોશમાં રહેલી ગોળીઓની જરુર પડે છે. ચમરીગાયની પૂંછડીના સુંવાળાવાળના બે છેડે આ ગોળીઓ લગાડીને કાન ઉપર લટકાવી તેઓ દરિયામાં ડૂબકી લગાવે છે. અંડગોલિક મનુષ્યોની ગોળી મેળવવા તેઓ મોટા વહાણમાં, મોટી ઘંટીનાં પડ ઉપર પુષ્કળ માંસના ટુકડા ગોઠવીને, ઘંટીના બીજા પડની પાછળ છુપાઇ જાય છે. વચ્ચે દરિયામાં ઠેર ઠેર માંસના પેકેટ ફેંકે છે, તેની સુગંધથી માંસ ખાવા ખેંચાઇને આવેલા અંડગોલિક મનુષ્યો ઠેઠ ઘંટીના પડ ઉપર બેસીને માંસ ખાવા લાગે છે. તક જોઇને તે વેપારીઓ ઘંટીનું બીજું પડ તેમની ઉપર ગોઠવે છે. લગાતાર છ મહીના સુધી તેમને પીલવાનું ચાલે છે. ભયાનક પીડા તેઓ સહન કરે છે. છેવટે છ મહીના બાદ તેઓ મૃત્યુ પામે છે. અંડગોલિક બનેલા પૂર્વભવના આ પરમાધામી દેવો મરીને પોતાના કર્મો પ્રમાણે દુઃખો ભોગવવા નરકના જીવ તરીકે નરકમાં પહોંચી જાય છે. વેપારીઓ તેનું શરીર પીલાયા બાદ રહી ગયેલી ગોળીઓ મેળવી લે છે. વેપારીઓને પણ પાપકર્મ બંધાય.
જે જીવો આ ભવમાં બીજાને ત્રાસ આપતા હોય, હેરાન કરવાના સ્વભાવવાળા હોય, તેમાં જ જેને આનંદ આવતો હોય તેઓ પરમાધામી બની શકે. આપણે પરમાધામી ન બનવું હોય તો આપણો સ્વભાવ પ્રેમાળ, બીજાના દુઃખે દુઃખી, કરુણાદ્ધ બનાવવો જોઇએ.
અસુરકુમાર વગેરે દસ કુમારો તથા પંદર પ્રકારના પરમાધામી મળીને ભવનપતિના ૨૫ પ્રકારો છે. અસુરકુમારો વગેરે દસ પ્રકારના કુમારોમાં ઉત્તરદક્ષિણ દિશાનો એકેક ઇન્દ્ર હોવાથી ભવનપતિદેવોના કુલ ૨૦ ઇન્દ્રો છે.
આપણી રત્નપ્રભા પૃથ્વીની ઉપરની જે ૧૦૦૦ યોજનની છત વિચારી છે, તેમાં ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચેના જે ૮૦૦ ચોજનનો ગાળો આવે તેમાં વ્યંતરદેવોના નગરો આવેલા છે. તીર્થકર ભગવંતો તથા ચક્રવર્તી વગેરેની સહાયમાં આ વ્યંતરદેવો હાજર થાય છે. આઠ પ્રકારના છે. ઉત્તર અને દક્ષિણ વિભાગમાં એકેક ઇન્દ્ર હોવાથી આઠ પ્રકારના વ્યંતરના ૧૬ ઇન્દ્રો છે.
1 ઉપર નીચેના ૧૦૦-૧૦૦ યોજનમાંના નીચેના ૧૦૦ યોજન ખાલી છે, પણ ઉપરના ૧૦૦ યોજનના પોલાણમાં ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડીને વચ્ચેના ૮૦ યોજનમાં વાણવ્યંતરો વસે છે. ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણ વગેરેનો સમાવેશ
તત્વઝરણું
૨૪૩