________________
આ વાણવ્યંતરોમાં થાય. આઠ પ્રકારના વાણવ્યંતરોમાં ઉત્તર-દક્ષિણ વિભાગના એકેક ઇન્દ્રો હોવાથી વાણવ્યંતરોના ૧૬ ઇન્દ્રો છે.
પાંચદિવ્ય પ્રગટ થાય વગેરે પ્રસંગોએ આકાશમાંથી વસ્ત્ર, સુગંધીજળ, પુષ્પ, સોનૈયા વગેરેની વૃષ્ટિ કરનારા દીર્ધ વૈતાઢ્ય પર્વત ઉપર રહેનારા દસ પ્રકારના તિર્યગજલંક દેવો પણ વ્યંતરકક્ષાના દેવો છે. ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર અને ૧૦ તિર્યગુર્જભક મળીને ૨૬ પ્રકારના દેવો વ્યંતરનિકાયના ગણાય છે. તેમના ૧૯ + ૧૬૪ ૩૨ ઇન્દ્રો છે.
આપણે એક રાજ લાંબી પહોળી ગોળાકાર રતનપ્રભા નામની પહેલી નરકપૃથ્વીની ઉપરની સપાટી ઉપર રહીએ છીએ. અહીંથી નીચે માત્ર દસ યોજન જઇએ એટલે વાણવ્યંતરોના નગરો ૮૦ યોજન સુધી આવે. પછીના દસ યોજન ખાલી છે, તે પસાર થાય એટલે નીચે ૮૦૦ યોજન સુધી વ્યંતર-દેવોના નગરો આવે. આમ, આપણી ધરતીથી ૯૦૦ યોજન સુધીમાં વ્યંતર અને વાણવ્યંતરો આવી જાય. તેઓ તિચ્છલિોક = મધ્યલોકમાં ગણાય.
પછીના નીચેના ૧૦૦ ચોજન ખાલી છે. પછીના ૧,૦૮,૦૦૦ યોજનમાં આપણે કપેલા ૨૫ માળના રાઉન્ડ બિલ્ડીંગના ૧, ૩, ૫, ૭..... વગેરે માળમાં પહેલી નરકના નારકો તથા ૪, ૬, ૮....માળમાં અસુરકુમાર વગેરે ૨૫ પ્રકારના ભવનપતિ દેવો રહે છે. તેઓ અધોલોકમાં ગણાય છે.
પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો જ કોઇપણ નરકમાં જઇ શકે પણ એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયો નહિ. નરકમાંથી નીકળીને પણ પંચેન્દ્રિય તિર્યંચા અને મનુષ્યો જ બનાય પણ એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય ન બનાય.
૧થી ૩ નરકમાંથી નીકળેલો આત્મા પછીના ભવમાં તીર્થકર ભગવાન બની શકે. શ્રેણિકરાજા હાલ પહેલી નરકમાં છે. ત્યાં ૮૪ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, પદ્મનાભસ્વામી નામના આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર ભગવાન થશે.
૧ થી ૪ નરકમાંથી નીકળેલો આત્મા બીજા ભવમાં દીક્ષા લઇને કેવળજ્ઞાન પામી સિદ્ધ બની શકે. ૧ થી પ નરકમાંથી નીકળેલો જીવ નવા ભવમાં દીક્ષા સુધીનો બધો આધ્યાત્મિક વિકાસ સાધી શકે; પણ પાંચમીમાંથી નીકળેલો કેવળજ્ઞાન કે મોક્ષ ન પામી શકે. છકી નરકમાંથી આવેલો સમકિતી કે શ્રાવક બની શકે પણ દીક્ષા મેળવી ન શકે. ૯મીનરકમાંથી નીકળેલો આત્મા તો મનુષ્ય પણ ન બની શકે. સમકિત પામી શકે પણ દેશવિરતિ શ્રાવકજીવન ન પામે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
૨૪૪