________________
સંવત ૨૦૫૯ કારતક સુદ - ૭ સોમવાર, તા. ૧૧-૧૧-૦૨
પાપોને ભોગવવા માટે નરકગતિ છે, તો પુણ્યને ભોગવવા દેવગતિ છે. સમગ્ર વિશ્વ ચૌદ રાજલોકમય વૈશાખ સંસ્થાન સ્થિત છે. તેમાં દેવ-નરકમનુષ્ય-તિર્યંચ, ચારે ગતિ આવી જાય.
ભૌતિકદૃષ્ટિએ નરકગતિમાં પુષ્કળ દુઃખો હોવાથી ભલે તે ખરાબ ગતિ ગણાતી હોય પણ આધ્યાત્મિકદષ્ટિએ તો નરકગતિ કે દેવગતિ; બંને જો સાધનાનું મંદિર બને તો સદ્ગતિ કહેવાય. નરકગતિમાં પાપક્ષયની સાધના થાય તો દેવગતિમાં પુણ્યક્ષયની સાધના થાય. પાપ અને પુણ્ય; બંનેનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે મોક્ષ મળે.
નરકગતિમાં પહોંચેલો આત્મા જો સમકિતી હોય તો તેના પ્રભાવે આક્રમક ન બને. દુઃખોને સમતાથી ભોગવવા સામેથી તૈયાર રહે. મહારાજા શ્રેણિક પહેલી નરકમાં હાલ સમતાથી દુઃખો સહીને પાપક્ષયની સાધના કરી રહ્યા છે. ત્યાંથી નીકળીને, પ્રથમ તીર્થકર બનીને મોક્ષે પહોંચવાના છે. - નરકમાં રહેલો જીવ સમકિતી હોય કે મિથ્યાત્વી, બંને પ્રકારના જીવોને પરમાધામી દેવો ત્રાસ આપે. રાઇરાઇ જેવા ટૂકડા કરે, ભજીયાની જેમ તળે કરવતથી વધેરે વગેરે. જ્ઞાનથી ખબર પડે કે પરમાધામી મને હવે આવો ત્રાસ આપશે ત્યારે મિથ્યાત્વીઓ તેનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરે. ચીસાચીસ કરે. ના છૂટકે પરાણે સહન કરે. સામે આક્રમક બને. જ્યારે સમકિતી જીવ આવનારા દુઃખને આવકારે. મારા કર્મોનો નાશ થાય છે, સમજીને સમતાથી તે દુઃખોને સહન કરે. અપૂર્વ વીલ્લાસ અને ઊંચા અધ્યવસાય પૂર્વક મસ્તીથી સહીને અનંતાનંત કર્મોની નિર્જરા કરે. ૭મી નરકમાં ગયેલો આત્મા પણ મસ્તીથી કર્મોને સહે, સમતાભાવને ધારણ કરે, ઉચ્ચ અધ્યવસાયો પામે તો નવું સમ્યગદર્શન પામી શકે. | નરકમાં સહન કરવા રુપ ધર્મ છે. સહન કરવું, સહિષ્ણુતા દાખવવી તે મોટો ગુણ છે. મોટો ધર્મ છે. એકજ સ્પર્શનેન્દ્રિયવાળો એકેન્દ્રિય આત્મા વિકાસ સાધતા સાધતા બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય બન્યો તેમાં કારણ શું? તેણે કયો ધર્મ કરીને પુણ્ય બાંધ્યું? એકેન્દ્રિયાદિમાં ભલે સામાયિક-પૂજાદિ ધર્મો નહોતા પણ ત્યાંય ઇચ્છા-અનિચ્છાએ તેણે ઠંડી-ગરમી-ભૂખ-તરસ વગેરે સહન કરવા રૂપી ધર્મ કર્યો તો, પુચ બંધાયું.
મનુષ્યભવ પ્રાપ્ત કર્યા પછી, હવે ઇચ્છાપૂર્વક સહન કરવાનું શરુ કરવું. કોઇના કડવા શબ્દો, અપમાન વગેરે પ્રસન્નતાપૂર્વક સહવું. સહન કરવાથી
તત્વઝરણું
૨૪૫