________________
સમાજમાં ભલે તેનો પ્રભાવ ન જણાય.કોઇ બાયલા, કાચર કે નબળા ગણે તેની ચિંતા ન કરવી. સમય જતાં, સહન કર્યાનું મૂલ્ય સમજાશે. વિશિષ્ટ લાભ
અનુભવાશે. - | સંયમજીવન શ્રેષ્ઠધર્મ છે, કારણકે તેમાં જાતજાતના કષ્ટો સહન કરવાના છે. શરીરની સુખશીલતા, શાતા છોડવામાં ઘણું સહન કરવું પડે. દીક્ષા પરિણામ પામે ત્યારે મહાત્માઓ શરીર સાથે યુદ્ધ ચડે. શારીરિક કે માનસિક કાંઇક સહન કરવું પડે ત્યારે ધર્મ થાય. ધનની મૂચ્છ ત્યાગો ત્યારે દાનધર્મ થાય. કામવાસના છોડો ત્યારે શીલધર્મ પળાય. શરીરને કષ્ટ આપો ત્યારે તપધર્મ થાય. દુભવો દૂર કરીએ ત્યારે ભાવધર્મ આરાધાય. આ બધામાં શારીરિક કે માનસિક સહન કરવું પડે છે માટે તે ધર્મ છે.
કર્મના ઉદયે દુઃખો તો આવવાના. પરાણે સહન કરીશું. ધમપછાડા કે પ્રતિકાર કરીશું, અકળાઇશું તો નવા પાપકર્મો બંધાશે. પણ જો તેને સમતાથી સહન કરીશું તો જૂના પાપકર્મો નાશ પામશે અને નવા બંધાતા અટકશે. | જીવન સારી રીતે જીવવા માટે છ પ્રકારની શક્તિની જરૂર રહે છે. જીવા ગમે તે ક્ષેત્ર કે કાળમાં જીવતો હોય, કપડા હોય કે ન હોય તે બને પણ ભોજન ન કરે તેવું ન બને. ભોજનની તેને બધે જ જરુર પડે. જીવન જીવવા ભોજનની સાથે શરીર અને ઇન્દ્રિયોની પણ જરૂર પડે. શરીર અને ઇન્દ્રિય વિનાનો કોઇ આત્મા સંસારમાં જોવા ન મળે. ત્યાર પછી શ્વાસોશ્વાસ કરવાની, વચનો બોલવાની અને વિચારવાની શક્તિ કોઇ જીવો મેળવે અને કોઇ જીવો ન પણ મેળવે. આ છ પ્રકારની શક્તિઓને છ પતિ કહેવાય છે. (૧)આહાર પતિ (૨)શરીર પર્યાતિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪)શ્વાસોશ્વાસ પતિ (૫)ભાષા પતિ અને (૬)મન પયતિ.
એકેન્દ્રિયને પહેલી ચાર, બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય જીવોને પહેલી પાંચ અને પંચેન્દ્રિય જીવોને છ એ છ પતિઓ જીવન જીવવા માટે જરુરી છે, પૂરતી છે, પર્યાપ્ત છે. જે જીવોને પોતાની જરૂરી પતિઓ પૂરેપૂરી મળી જાય, તે પર્યાપ્ત કહેવાય. પર્યાપ્ત એટલે આપણી જાડી ભાષામાં પૂરેપૂરા. જેમને જરૂરી પૂરી પયક્તિઓ ન મળે તે અધૂરા એટલે અપર્યાપ્ત કહેવાય.
૧ થી ૭ નરકમાં ઉત્પન્ન થયેલા જીવો જ્યાં સુધી પોતાને જરુરી છ એ છ શક્તિઓ (પતિઓ) પૂરેપૂરી ન મેળવે, અધૂરી મેળવે ત્યાં સુધી તેઓ અપર્યાપ્તા કહેવાય. પૂરેપૂરી મેળવી લે ત્યારે તેઓ પૂરેપૂરા થવા માટે પર્યાપ્ત કહેવાય. આમ, સાતે નરકમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો હોવાથી નરકના જીવોના ૧૪ પ્રકાર થાય. તત્વઝરણું
૨૪૬