________________
પહેલી રત્નપ્રભા નરકમૃથ્વીમાં વ્યંતર-વાણવ્યંતર-ભવનપતિ વગેરે દેવો પણ છે, પરંતુ બીજી-ત્રીજી વગેરે બાકીની નરકમૃથ્વીમાં નારકના જીવો જ છે. ત્યાં કોઇ દેવો વસતા નથી. પહેલી નરકમાં અસંખ્યાતા નારકો છે. પછી જેમ જેમ નીચે-નીચેની નરકમાં જઇએ તેમ ઓછા ઓછા જીવો હોય. ૧લી નરકમૃથ્વીમાં ૨૫ માળમાંથી ૧૩ માળમાં, બીજી નરકમાં ૧૧ માળમાં, ત્રીજીમાં ૯ માળમાં, ચોથીમાં માળમાં, પાંચમીમાં ૫ માળમાં, છઠ્ઠીમાં ત્રણ માળમાં નરકના જીવો હોય. સાતમીમાં તો માત્ર પાંચ જ નરકાવાસનો એક જ માળ હોય. તે જ રીતે દેવલોકમાં પણ જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ વિમાનો ઓછા ઓછા થતા જાય. સકલતીર્થ સૂત્રમાં દરેક દેવલોકના વિમાનો તથા તેમાં રહેલા જિનાલયો અને ભગવાનની સંખ્યા આપી છે. ૧-૨ દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે, જે ઘટતાંઘટતાં છેલ્લે અનુત્તરમાં માત્ર પાંચ જ વિમાનો રહે છે. | આ દુનિયામાં સામાન્ય રીતે વધુ ધર્મ કરનારા જીવો ઘણા ઓછા હોય. તીવ્ર કક્ષાનું પાપ કરનારા જીવો પણ ઓછા હોય. મધ્યમ કક્ષાનો ધર્મ કે મધ્યમ કક્ષાનું પાપ કરનારા જીવો વધારે હોય. વધુમાં વધુ ધર્મ કરનારા ઓછા માટે તેવો ધર્મ કરીને ઉપર-ઉપરના દેવલોકમાં જનારા ઓછા થવાથી ઉપરઉપર વિમાનો ઓછા-ઓછા થતાં જાય. વધુ વધુ પાપ કરનારા ઓછા હોવાથી નીચે નીચેની નરકોમાં નારકાવાસો ઓછા-ઓછા થતાં જાય. 2 આ વિમાનો, નારકાવાસો વગેરે સ્થાનો કોઇએ બનાવ્યા નથી. અનાદિકાળથી હતા, છે અને કાયમ રહેવાના છે. સમગ્ર વિશ્વનું સંચાલન કર્મ વગેરે પાંચ કારણો કરે છે.
દેવગતિમાં જનારા દેવો ચાર પ્રકારના છે. તેમાંના ભવનપતિ દેવો પૂર્વે જણાવ્યા પ્રમાણે પ્રથમ નરકપૃથ્વીના ૧,૦૮,૦૦૦ યોજનના ૨૫ માળમાં ૪, ૬, ૮.૨૨ સુધીના ૧૦ માળમાં વસે છે. સાત ક્રોડ ને બોત્તેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ. દેવળ એટલે દેરાસર. ભવનપતિ દેવલોકમાં ૭, ૭૨,૦૦,૦૦૦ ભવનો છે, અને દરેકમાં એકેક દેરાસર છે. જો દેવલોકમાં દરેક વિમાનમાં, દરેક ભવનમાં દેરાસર હોય તો તમારા દરેકના ઘરમાં ઘરદેરાસર કેમ ન હોય? વ્યંતર અને જ્યોતિષમાં તો અસંખ્યાતા દેરાસરો છે. તેમાં ૧૮૦-૧૮૦ ભગવાન છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦ યોજન છોડીને નીચેના ૮૦ યોજનમાં વાણવ્યંતરો અને તેની નીચેના ૧૦ ચોજન છોડીને પછીના નીચેના ૮૦૦ યોજનમાં વ્યંતરો રહે છે. | વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
૨૪.