________________
સંવત ૨૦૫૯ કારતક સુદ - ૮ મંગળવાર. તા. ૧૨-૧૧-૦૨
નામકર્મના ૧૦૩ પેટાભેદો છે. દેવ-નરક-મનુષ્ય-તિર્યંચ ગતિમાં લઈ જનારા ચાર ગતિનામકર્મ છે. દેવો-નારકો અને મનુષ્યો તો પંચેન્દ્રિય જ હોય જ્યારે તિર્યંચો તો એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય; એમ પાંચ પ્રકારના હોય. એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તે ઇન્દ્રિય જાતિ, ચઉરિદ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ આપનાર તે તે નામના પાંચ જાતિનામકર્મો છે. તે મનુષ્ય અને તિર્યંચોને દારિકશરીર હોય છે. દેવો અને નારકોને વૈક્રિય શરીર હોય છે. કેટલાક લબ્ધિધારી મનુષ્યો, પંચે. તિર્યંચો, વાયુકાય વગેરે પણ આ ઉક્રિયશરીર બનાવી શકે છે. ત્રીજું આહારકશરીર છે. આમર્ષ-ઔષધિવાળા, લબ્ધિધારી ચૌદ પૂર્વધર મહાત્મા તીર્થકરની અદ્ધિ જોવા કે કોઈ સવાલનો જવાબ મેળવવા આ આહારકશરીર બનાવે છે. એક ભવમાં બે વાર અને સમગ્ર ભવચક્રમાં ચાર વાર આ શરીર બનાવી શકાય છે. ચોથું તેજસ શરીર તમામ સંસારી જીવોને સદા સાથે હોય તેના કારણે જીવંત જીવનું શરીર ગરમ હોય છે. તેજસ શરીરની ગરમીથી ખાધેલું પચે છે. મૃત્યુ પામે ત્યારે આત્મા આ તેજસ શરીરને પોતાની સાથે લઈ જાય છે. માટે અહીં પડેલું દારિક શરીર ઠંડુ થઈ જાય છે. તેજલેશ્યા - શીતલેશ્યા વગેરે આ તેજસ શરીરને આભારી છે.
આત્મા ઉપર ચોંટેલા કર્મો પોતે જ કામણશરીર રુપે છે. આત્મા ઉપર નવા - નવા કર્મો ચોંટતા જઈને કામણશરીર રૂપે ગોઠવતા જાય છે. આ તેજસ અને કાર્મણશરીર સર્વ સંસારી જીવોને અનાદિકાળથી છે. એક ભવમાંથી બીજા | ભવમાં જતાં જીવ આ બંને શરીરને સાથે લઈને જાય છે. જ્યારે આ બે શરીરો આત્માથી છૂટા પડે ત્યારે તેનો મોક્ષ થાય. જે જીવનું જેવું શરીર હોય, તેવો આકાર, તેનો આત્મા જેમ ધારણ કરે તેમ તે આત્મા સાથે જોડાયેલા આ બંને શરીરો પણ તેવો આકાર ધારણ કરે. આ પાંચ પ્રકારના શરીરો આપનારા તે તે નામના પાંચ શરીર નામકર્મો છે.
દારિક-વૈક્રિય અને આહારક શરીર વિશિષ્ટ આકાર ધરાવે છે. આ ત્રણે શરીરો જુદા જુદા અવયવો દ્વારા બનેલું છે. તે અવયવો અંગોપાંગ કહેવાય. માથું, બે હાથ, બે પગ, પીઠ, પેટ, છાતી, એ આઠ અંગ કહેવાય. તે આઠે અંગો જમીનને અડાડીને-સૂઈને જે પ્રણામ કરાય તે સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય. આપણે પાંચ અંગો અડાડીને પંચાંગ પ્રણિપાત પ્રણામ કરીએ. આંગળી, આંખ, નાક વગેરે ઉપાંગ કહેવાય. જુદા જુદા જીવોના શરીરોમાં જુદા જુદા અંગોપાંગ પેદા કરવાનું કામ અંગોપાંગ નામકર્મ કરે છે. ત્રણ શરીરમાં તત્વઝરણું
થી ૨૪૮