________________
જ અંગોપાંગ હોવાથી અંગોપાંગ નામકર્મ પણ, દારિક અંગોપાંગ, વૈક્રિયા અંગોપાંગ અને આહારક અંગોપાંગ નામકર્મએમ ત્રણ પ્રકારે છે.
ચાર ગતિનામકર્મ, પાંચ જાતિનામકર્મ, પાંચ શરીર નામકર્મ અને ત્રણ અંગોપાંગ નામકર્મ મળીને ૧૦ નામક વિચાર્યા.
આપણે આઠ કર્મોમાં નામકર્મની વિચારણા કરવા સાથે જીવોના પ૬૩ ભેદો ઉપર પણ વિચારણા કરી રહ્યાં છીએ. a & નરકના પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને ૧૪ પ્રકારો વિચાર્યા. હવે દેવોના ભેદો વિચારીએ. આ ધરતી ઉપર બધા માપો સી-લેવલ(દરિયાઈ સપાટીથી મપાય છે, પણ શાસ્ત્રોમાં જે ઊંચાઈ વગેરે માપો જણાવ્યા છે, તે સમભૂતલાથી ગણાય છે. મેરુપર્વતની તળેટી સમભૂતલા ગણાય. - રત્નપ્રભા નામની પ્રથમ નરકપૃથ્વીની ઉપલી સપાટી (ટેરેસ) ઉપર બરોબર મધ્યભાગે મેરુપર્વત આવેલો છે. તે એક લાખ યોજનનો છે. સમભૂતલાથી ૧૦૦૦ યોજના જમીનની અંદર છે. ૯૯,૦૦૦ ચોદન બહાર છે.
આ સમભૂતલાથી ૧૦ યોજન નીચે વાણવ્યંતરો અને ૧૦૦ યોજના નીચે વ્યંતરોના નગરો છે. ૧,૦૦૦ યોજના નીચે જતાં ૧,૦૮,૦૦૦ યોજનમાં ભવનપતિ દેવો છે.
આ ધરતી ઉપર જેમ હોટલ, હોસ્પીટલ, હાઉસ વગેરે મોબાઈલ છે, તેમ કેટલાક દેવોના વિમાનો પણ મોબાઈલ (હરતા-ફરતા) છે. તે વિમાનો તેજસ્વી હોવાથી તેમાં રહેનારા દેવો જ્યોતિષ્ક દેવો કહેવાય છે. આપણને આકાશમાં ફરતા જે સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ વગેરે ગ્રહો નક્ષત્રો, તારા વગેરે દેખાય છે તે જ્યોતિષ્ક દેવોના (ફરતા ઘરો) વિમાનો છે. આ બધા વિમાનો મેરુપર્વતની આસપાસ ફરે છે. - સમભૂતલાથી છ૯૦ ચોજન ઉપર તારાના વિમાનો છે. ૮૦૦ યોજને સૂર્ય છે. ૮૮૦ યોજને ચંદ્ર છે. ૮૮૪ યોજને નક્ષત્રના વિમાનો છે. ૮૮૦ થી ૯૦૦ યોજના સુધીમાં ગ્રહોના વિમાનો છે. આ રીતે છ૯૦ થી ૯૦૦ યોજન સુધીના કુલ ૧૧૦ યોજનમાં જયોતિષ્ક દેવોના બધા વિમાનો આવી જાય છે.
સમભૂતલાથી નીચે ૯૦૦ યોજન અને ઉપર ૯૦૦ યોજન મળીને ૧,૮૦૦ યોજન મધ્યલોક કે તિચ્છલોક કહેવાય છે. તેથી નીચેના ૯૦૦ યોજન સુધીમાં રહેલા વ્યંતર-વાણવ્યંતર વગેરે અને ઉપરના ૯૦૦ યોજન સુધીમાં રહેલા જ્યોતિષ્ક દેવો મધ્યલોકમાં ગણાય છે.
mes Nes 13 તત્વઝરણું
૨૪૯