________________
સંવત ૨૦૫૮ અષાઢ વદ : ત્રીજ. શનિવાર, તા. ૨૦-૦૦-૦૨
મહાન તત્ત્વચિંતક મેન્યુઅલ કાન્ટ સવારે ફરવા નીકળ્યા. રસ્તામાં કોઇને અથડાયા. અથડાયેલી વ્યક્તિએ ગુસ્સામાં પૂછ્યું. "Who are you?" (તમે કોણ છો?) કાન્ટે કહ્યું, "If you could answer the same question to me, I would give you my half kingdom." (જો તમે તે જ સવાલનો જવાબ મને આપશો તો હું તમને મારી અડધી મિલ્કત ભેટ આપું) આ સાંભળીને પેલાનો ગુસ્સો ઓગળી ગયો. તેણે કહ્યું, “તમે તો મહાન તત્ત્વચિંતક લાગો છો. ફરતાં ફરતાં ય કેવી તત્ત્વની વિચારણા અને વાત કરો છો !''
અડધી મિલ્કત આપવાની તૈયારી છતાં ““હું કોણ છું ?” નો જવાબ કાન્ટ ન મેળવી શકયો, આપણે કેટલા બધા પુણ્યશાળી છીએ કે ગળથૂથીથી જૈનશાસન મળવાથી આપણે જાણીએ છીએ કે હું એટલે આત્મા.
વિધાર્થીઓએ વૈજ્ઞાનિકને પૂછયું, "Which will be our furhter research now?" Aşiras : To know my self is our last and further research. To know myself means who am I? (yel ed yeloil શોધ શી ? પોતાની જાતને ઓળખવી તે આપણી હવે પછીની છેલ્લી શોધ હશે. પોતાની જાતને ઓળખવી એટલે હું કોણ છું ? તે જાણવું.)
પોતાની જાતને જાણવી, પોતાની જાતને ઓળખવી, તે જ સૌથી મહત્ત્વનું રીસર્ચ છે. જેણે પોતાની જાતને ઓળખી, તેનો મોક્ષ નિશ્ચિત. જેણે પોતાની જાતને નથી ઓળખી, તેણે જગતના પદાર્થોને જાણ્યા તો ય શું અને ન જાણ્યા તો ય શું? જાણવા જેવી તો પોતાની જાત છે કે હું એટલે કોણ ? - જાતને પૂછીએ કે હું એટલે કોણ? હું એટલે માણસ? હું એટલે રમણભાઇ? હું એટલે પુરુષ? હું એટલે જાડો? હું એટલે ડોકટર? હું એટલે ઊંચો? હું એટલે ગોરો? હું એટલે સાધુ? હું એટલે શ્રીમંત? બોલો તો ખરા... હું એટલે કોણ? | શબ્દોથી જવાબ આપીએ કે ““હું એટલે આત્મા.” તે ન ચાલે. આપણે આપણને આત્મા તરીકે અનુભવીએ છીએ ખરા? આપણે આપણને આત્મા તરીકે જાણી લઇએ, ઓળખી લઇએ તો પછી કાંઇ કહેવાની જરુર નહિ રહે. અને જો આપણે આપણી જાતને જાણ્યા વિના ગમે તેટલું કરીએ તો તેનાથી અંદરનું પરિવર્તન કદાચ ન પણ આવે. - જાતને પૂછીએ કે સામાયિક ઘણા કર્યો, સમતા કેટલી આવી? પૂજા ઘણી કરી, પ્રસન્નતા કેટલી પેદા થઇ? આયંબીલ ઘણા કર્યા, ખાવાની આસકિત
તત્વઝરણું