________________
પરમાત્માની ત્રિપદી ઉપરથી રચાયેલી દ્વાદશાંગીમાં અઢળક તત્ત્વો સમાયેલા છે. તેમાંના કેટલાક તત્ત્વોની વિચારણા આ પ્રવચનમાળામાં કરવી છે.
ધર્મની તમામ ક્રિયાઓ કરવી જરૂરી છે. તેમાં હજુ પણ વધારો કરવો જોઇએ. સાથે સાથે જો તત્ત્વજ્ઞાનની સમજણ પણ મેળવીશું તો તે ક્રિયાઓ માત્ર ઉપરછલ્લી ન બનતાં સાચી બનવા લાગશે. ધર્મની ઇમારત ખોખલી ચણાવાના બદલે તત્ત્વજ્ઞાનના પાયા દ્વારા મજબૂત સર્જાશે. તત્ત્વજ્ઞાન આંતરિક પરિવર્તન લાવશે. અંદર આવેલું પરિવર્તન બાહુપરિવર્તન પણ કર્યા વિના નહિ રહે. તત્ત્વજ્ઞાનને સાચા અર્થમાં સમજીને પછી આત્મસાત કર્યા પછી ધર્મ કરવાનું કહેવું નહિ પડે, અંદરથી ધર્મારાધના કરવાનું મન થશે. જે આરાધના થાય છે, તે વધુ સંગીન થશે. િધર્મનું પ્રાણતત્ત્વ છે. આત્મા. જેણે આત્માને જાણ્યો તેણે બધું જાણી લીધું. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, “જો એગ જાણઇ સો સધું જાણઇ, જો સવ્વ જાણઇ, સો એગ જાણઇ ” ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે, “એગે આચા'
વિજ્ઞાનનો પાયો પદાર્થો છે. ધર્મનો પાયો આત્મા છે. જે પદાર્થોને કેન્દ્રમાં રાખીને જીવે તે સાચો ધર્મી ન બની શકે. જે આત્માને કેન્દ્રમાં રાખીને જીવે તે પાક્કો સંસારી ન બની શકે. માટે આપણે આત્માને વિચારીએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. .
| તુqજ્ઞાળના છ પાયા ૧) આત્મા છે.
| ૨) આત્મા-શરીરથી જુદો-નિત્ય છે.
| 3) આત્મા કર્મનો કર્તા (બાંધનાર) છે. ૪) આત્મા (પોતાના) કર્મનો ભોકતા (ભોગવનારો) છે. ૫) આત્માનો મોક્ષ (કર્મોથી છૂટકારો) છે.
| ૬) આત્માના મોક્ષના ઉપાયો છે.
|
તત્વઝરણું
-
૩