________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૧૪ શનિવાર, તા. પ-૧૦-૦૨
(૧) જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા જેવું છે. જોવાની શક્તિ છે પણ પાટા બાંધેલા છે, તેથી ન દેખાય. આત્મામાં જાણવાની શક્તિ છે પણ આ કર્મના કારણે ન જણાય. આ કર્મના પાંચ પેટા પ્રકાર છે.
(૨) દર્શનાવરણીય કર્મના નવ પ્રકારો છે. આ કર્મ દ્વારપાળ જેવું છે. રાજાની ઇચ્છા હોવા છતાં દ્વારપાળ દૂતને અટકાવે તેમ આત્માની જોવાની શક્તિ હોવા છતાં આ કર્મ અટકાવે.
(૩) આત્માનો સ્વભાવ છે અવ્યાબાધ સુખનો. દુઃખની ભેળસેળ વિનાના સુખનો. પણ તેને ઢાંકીને ભૌતિક સુખ-દુઃખ પ્રાપ્ત કરાવનારું વેદનીય કર્મ છે. તે મધ લીધેલી તલવારની ધાર ચાટવા જેવું છે. ઘડીક સુખ-ઘડીક દુઃખ આપે છે. તેના બે પ્રકારો છે.
(૪) વીતરાગી આત્માને કામ, ક્રોધી, અહંકારી બનાવવાનું કાર્ય મોહનીય કર્મનું છે. તે દારુ જેવું છે. દારૂનો નશો ભાન ભૂલાવે છે. માતાબહેન-દીકરી-પત્ની વચ્ચેનો વિવેક વિસરાવે છે, તેમ મોહનીય કર્મ મુંઝાવે છે. સાચાને ખોટું તો ખોટાને સાચું મનાવે છે. બિહામણા સંસારને સોહામણો મનાવે છે. તેના ૨૮ ભેદ છે.
(૫) આત્માના જન્મ-મરણ ન હોય. તે તો શાશ્વત છે. પણ આયુષ્યકમ જન્મ-મરણ કરાવે છે. તે જેલની બેડી જેવું છે. જેલમાંથી છટકી ન શકાય. સજા પૂરી થયા પછી રહી ન શકાય તે રીતે આયુષ્યકર્મ પૂર્ણ ન થાય તો આપઘાત કરવા છતાંય ન મરાય. પૂર્ણ થઇ જાય તો લાખ પુરુષાર્થે પણ ન બચાય. મરવું જ પડે. આ કર્મ ચાર પ્રકારનું છે.
(૬) રુપ-રંગ વિનાના આત્માને જાતભાતના શરીર આપવાનું કામ નામકર્મનું છે. તે ચિત્રકાર જેવું છે. તેને જેવી ઇચ્છા થાય તેવું ચિત્ર દોરે તેમ નામકર્મ પ્રમાણે શરીરના આકાર-રંગ-રૂપ મળે. તેના ૧૦૩ પ્રકારો છે.
() સમાન આત્માઓમાં પણ ઉચ્ચ-નીચનો વ્યવહાર કરાવનારું ગોત્રકમ કુંભારના ઘડા જેવું છે. કેટલાક ઘડા ઘી ભરવા, તો કેટલાક દારુ ભરવા કામ લાગે તેમ આ કર્મના કારણે કોઇ સન્માનને પાત્ર થાય તો કોઇ ધિકકારને પાત્ર બને. તેના બે પ્રકાર છે. .
(૮) આત્મા અનંતી શક્તિનો માલિક છે. અંતરાયકર્મ તે શક્તિને કુંઠિત, કરે છે. રાજભંડારી (ખજાનચી) જેવું આ કર્મ છે. રાજાની ઇચ્છા હોય તો ય રાજભંડારી તેને દાન કરતાં અટકાવે છે, તેમ આ કર્મ દાન દેતાં,લાભ મેળવતાં,
તત્વઝરણું
૧૪૪