________________
થાય, જ્યારે મન:પર્યવજ્ઞાની રુપી પદાર્થોમાંના એક મનોવર્ગણાના પુદ્ગલોને વિશેષ રુપે જાણે. | ભલે આંખના રોગોના નિષ્ણાત આઇ સ્પેશ્યાલીસ્ટ હોય પણ જનરલ ફીઝીશીયન આંખના સામાન્ય ઉપચારો ન જાણે એમ નહિ. તે જ રીતે મન:પર્યવજ્ઞાની ઘણા ક્ષેત્ર - કાળના સંજ્ઞી જીવોના વિચારોને ભલે વિશદ રીતે જાણે પણ વિશિષ્ટ અવધિજ્ઞાની પણ અમુક જીવોના મનના વિચારોને સામાન્યથી જાણી શકે ખરા.
તેથી જન્મથી મતિ-શ્રુત અને અવધિજ્ઞાનને ધારણ કરનારા પરમાત્મા મહાવીરદેવે મેરુપર્વત ઉપર જન્માભિષેક કરતાં પહેલા ઇન્દ્રના મનમાં પડેલી શંકાને અવધિજ્ઞાનના ઉપયોગથી જાણી હતી. e કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન. અમર્યાદિત જ્ઞાન. રુપી-અપી; તમામે તમામ પદાર્થોનું જ્ઞાન. તમામ ક્ષેત્રો અને તમામ કાળમાં રહેલા તમામ દ્રવ્યોના તમામે તમામ પર્યાયોનું એકી સાથે જ્ઞાન તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેવાય છે કારણકે તે બધું જ જાણે છે. તેના જ્ઞાનની બહાર કાંઇ જ રહેતું નથી.
- ચશ્માવાળી વ્યક્તિ ચશ્માનો ઉપયોગ કરે તો દેખી શકે, ન કરે તો ન દેખી શકે. તેમ પહેલા ચાર જ્ઞાનનો ઉપયોગ મૂકો તો જણાય, ઉપયોગ ન મૂકો તો ન જણાય. નંબર વિનાની તેજસ્વી આંખવાળાને જોવા માટે ચશ્માનો ઉપયોગ કરવાની જરૂર નહિ તેમ કેવળજ્ઞાનીને જાણવા માટે ઉપયોગ મૂકવાની જરૂર નહિ. વગર ઉપયોગે તે બધું જ જાણે.
જ્ઞાન તો આત્મામાં જ રહ્યું છે. તે બહાર નથી. પુસ્તક, પાઠશાળા કે સ્કૂલ-કોલેજમાં નથી. બધા આત્મામાં સરખું છે, પણ ઓછા-વત્તા જ્ઞાનાવરણીય કર્મથી ઢંકાયેલું હોવાથી ઓછું-વતું પ્રગટ થયેલું જણાય છે. આપણે સંપૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાનું છે. તે માટે જ્ઞાનાવરણીય કર્મને દૂર કરવું જરૂરી છે. તે દૂર થાય, તેમાં ફેરફાર થાય, ત્યારે અંદર રહેલું જ્ઞાન પ્રગટ થાય, | બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ નિકાચિત હોય તો દૂર ન થાય. અનિકાચિત હોય તો સમ્યફ પુરુષાર્થ વડે તે દૂર થઇ શકે છે. તે માટે જ્ઞાન-જ્ઞાનીની આરાધના કરવાની. તેમની જરાપણ વિરાધના ન થઇ જાય તેની કાળજી રાખવી. વિરાધના કરવાથી નવું જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
નવું જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય અને જુનું બંધાયેલું નાશ પામે તે માટે આપણે સમ્યક્ પ્રયત્નો કરવા જોઇએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. તત્વઝરણું
૧૪૩.