________________
આ ૨૨ પ્રકારના સ્થાવર જીવોમાં પ૪૧ પ્રકારના ત્રસ જીવો ઉમેરીએ તો પ૬૩ પ્રકારના કુલ સંસારી જીવો થાય. ત્રસજીવોના મુખ્ય બે ભેદ છે. (૧)પૂરેપૂરી પાંચ ઈન્દ્રિયોવાળા પંચેન્દ્રિય કહેવાય અને (૨)પાંચથી ઓછી =વિકસેન્દ્રિયોવાળા તે વિકલેન્દ્રિય ત્રસ જીવો. તેમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોનો સમાવેશ થાય. (એકેન્દ્રિય પણ વિકલ-ઓછી ઈન્દ્રિયવાળા હોવા છતાં તેઓ ત્રસ નથી) આ ત્રણે પ્રકારના વિકસેન્દ્રિય જીવો પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત, એમ બે-બે પ્રકારના હોવાથી કુલ છ પ્રકારના વિકલેન્દ્રિય જીવો થયા. a પંચેન્દ્રિય તિર્યચોમાં (૧)માછલી વગેરે પાણીમાં તરનારા જળચર જીવો (૨) જમીન ઉપર પેટે સરકીને ચાલનારા સાપ વગેરે ઉરપરિસર્પ સ્થળચર જીવો (૩)હાથનો પણ ચાલવામાં પગ તરીકે ઉપયોગ કરનારા વાંદરા-ખીસકોલીઉદર વગેરે ભુજપરિસર્પ સ્થળચરો, (૪)ચાર પગે ચાલનારા હાથી-ઘોડા વગેરે ચતુષ્પદ સ્થળચરો અને (૫) આકાશમાં ઉડનારા પક્ષીઓ વગેરે ખેચરનો સમાવેશ થાય છે. - આ પાંચ પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચો દરેક ગર્ભજ અને સમુચ્છિમ, એમ બે-બે પ્રકારના હોવાથી (૫ x ૨): ૧૦ પ્રકારના થયા. તે દરેક પર્યાપ્ત અને અપર્યાપ્ત હોવાથી (૧૦X૨ )= ૨૦ પ્રકારના થયા. લો. એકેન્દ્રિય (સ્થાવર) ના ૨૨, વિકસેન્દ્રિયના ૬ અને પંચેન્દ્રિય તિર્યંચોના ૨૦ પ્રકારો મળીને તિર્યંચગતિના જીવોના કુલ ૪૮ પ્રકારો થયા. તેમાં પૂર્વે વિચારેલા નારકના ૧૪, દેવોના ૧૯૮ અને મનુષ્યોના ૩૦૩ પ્રકારો ઉમેરતાં સંસારી જીવોના પ૬૩ પ્રકારો થયા. .
કે આ સાથે આપણે (૧-૨)બસ-સ્થાવર, (૩-૪)સુક્ષ્મ-બાદર, (૫-૬) પ્રત્યેક-સાધારણ, (૭-૮)પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મ પણ વિચાર્યા હવે(૯-૧૦) સ્થિર-અસ્થિર, (૧૧-૧૨) શુભ-અશુભ, (૧૩-૧૪) સુભગ-દુર્લગ (૧૫-૧૬) સુસ્વર-દુ:સ્વર (૧૭-૧૮) આદેય-અનાદેય અને (૧૯-૨૦) યશ-અપયશ નામકર્મ વિચારવાના છે. આ ૨૦ નામકર્મો પૂર્વે વિચારેલા ૮૩ નામકર્મોમાં ઉમેરતાં નામકર્મના ૧૦૩ ભેદો પૂર્ણ થાય. _ કર્મનું કમ્યુટર ભાગ-૩ પુસ્તકમાં આ બધા કર્મો ઉપર વિસ્તારથી મેં વર્ણન કરેલ છે. આપણી જીવનશૈલીને સુંદર બનાવવા આ કર્મો જાણવા ખૂબ જરૂરી છે પણ આજે સમય ન હોવાથી ટૂંકમાં વિચારીએ. અનુકૂળતાએ કર્મનું કમ્યુટર પુસ્તકના ત્રણે ભાગ મનનપૂર્વક દરેક જણે વાંચવા જરૂરી છે. તેનાથી પરમાત્માએ જણાવેલા કર્મવિજ્ઞાનનું રહસ્ય પકડાશે.
જે કર્મથી દાંત, હાડકા વગેરે સ્થિર અવયવો સ્થિર અને પાંપણ-જીભ વગેરે અસ્થિર અવયવો અસ્થિર મળે તે સ્થિર નામકર્મ. પણ તેનાથી વિપરીત
તત્વઝરણું
૨૮૨