________________
અગ્નિકાયમાં વીજળી, દીવા, અગ્નિ વગેરે આવે. લાઈટ બંધ-ચાલુ કરતાં અગ્નિકાયના અસંખ્યાતા જીવોની હિંસા થાય, તેથી વિવેક સાચવવો. પંખા, એ.સી., ફીઝ વગેરેથી વાયુકાયના અસંખ્યાતા જીવોની હિંસા થાય છે. પંખો તો ત્રણ છરાનું કતલખાનું છે. દુનિયાના કતલખાના બંધ કરાવવા સાથે ઘરનું આ કતલખાનું સૌ પ્રથમ બંધ કરવું જરૂરી છે.
વનસ્પતિના બે પ્રકાર છે. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય અને એક શરીરમાં અનંતા જીવો રહે તે સાધારણ વનસ્પતિકાય. કાંદા-બટાટા વગેરે કંદમૂળ, ફણગા ફૂટેલા મગ વગેરેમાં અનંતાજીવો છે. તે ન વપરાય.. [ પ્રત્યેક નામકર્મના ઉદયે એક શરીરમાં એક જીવ રુપ પ્રત્યેકશરીર મળે. સાધારણ નામકર્મના ઉદયે એક શરીરમાં અનંતા આત્માઓ રહે તેવું સાધારણશરીર મળે. માત્ર સાધારણ વનસ્પતિકાયના જીવોને જ આ સાધારણ નામકર્મના ઉદયે સાધારણ શરીર હોય. બાકીના પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવો તથા તમામ ત્રસ જીવોને તો પ્રત્યેક નામકર્મના ઉદયે પ્રત્યેક શરીર જ હોય. જીવો ભલે અનંતા છે, પણ સાધારણ વનસ્પતિકાયના અનંતા-અનંતા જીવો એકેક શરીરમાં રહેતા હોવાથી સમગ્ર વિશ્વમાં શરીરો અસંખ્યાતા જ છે. પણ અનંતા નથી.
એક,બે સંખ્યાતા કે અસંખ્યાતા શરીરો ભેગા થવા છતાં જે જોઈ કે અનુભવી ન શકાય તે સૂક્ષ્મજીવો કહેવાય, તેમને સૂક્ષ્મનામકર્મના ઉદયે તેવું શરીર મળે; પણ જે જીવોને બાદર નામકર્મના ઉદયે બાદર શરીર મળે તેઓના એક, બે સંખ્યાતા કે અસંખ્યાતા શરીરો ભેગા થાય તો આપણે જોઈ કે અનુભવી શકીએ.
પ્રત્યેક વનસ્પતિકાય માત્ર બાદર છે. તે સિવાયના પૃથ્વીકાયથી સાધારણ વનસ્પતિકાય સુધીના પાંચે પ્રકારના જીવો દરેક સૂક્ષ્મ અને બાદર બે, બે પ્રકારના છે. તેથી ૧+ (પx૨) =૧+૧૦-૧૧ પ્રકારના સ્થાવર જીવો થયા. તેમાં જે જીવો પૂરેપૂરા વિકસિત થવાના હોય, એટલે કે જેઓ પોતાનું જીવન જીવવા માટે જરુરી ચાર પર્યાતિઓ પૂર્ણ કરવાના હોય તેઓ પર્યાપ્ત કહેવાય તથા જેઓ પૂરી કરવાના ન હોય તેઓ અપયપ્તિ નામકર્મના ઉદયે અપર્યાપ્ત કહેવાય. પૂર્વે જણાવેલા ૧૧ સ્થાવર જીવો પર્યાપ્ત-અપર્યાપ્ત હોવાથી ૧૧ x ૨ = ૨૨ પ્રકારના સ્થાવરજીવો થયા. તેમને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ હોવાથી આ બધા સ્થાવરજીવો એકેન્દ્રિય છે.
તત્વઝરણું
૨૮૧