________________
સંસારી જીવોના મુખ્ય બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. જેઓ પોતાની ઈચ્છાથી હાલી-ચાલી શકે તે ત્રસ કહેવાય અને જેઓ પોતાની ઈચ્છા હોવા છતાંય હાલી-ચાલી ન શકે, સ્થિર જ રહે તેઓ સ્થાવર કહેવાય. આ જનરલ વ્યાખ્યા છે. હકીકતમાં તો ત્રસનામકર્મનો ઉદય જેને હોય તે ત્રસ જીવો કહેવાય. સંમુસ્ડિમ મનુષ્યો પોતાની ઈચ્છા પ્રમાણે હલન-ચલન ન કરતાં હોવા છતાં ય તેમને ત્રસ નામકર્મનો ઉદય હોવાથી તેઓ ત્રસ છે. - આત્માનો રવભાવ ગતિ કરવાનો છે. ત્રસનામકર્મ તે ગતિને મર્યાદિત કરવાનું કાર્ય કરે છે. ત્રસનામકર્મના ઉદયના કારણે જીવ તેની ઈચ્છા પ્રમાણે મર્યાદિત ગતિ કરી શકે. બાકી આત્માની શક્તિ તો એક સમયમાં ચૈદ રાજલોકના એક છેડાથી બીજા છેડા સુધી ગતિ કરવાની છે. સ્થાવર નામકર્મી તો આ ગતિને સંપૂર્ણ નિયંત્રિત કરીને જીવને સ્થિર રાખે છે. છેસંસારી જીવોના કુલ પ૬૩ ભેદો છે. તેમાં ૨૨ ભેદો સ્થાવરજીવોના અને બાકીના પ૪૧ ભેદો ત્રસજીવોના છે. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિના જીવો સ્થાવર છે. ખનીજ તેલ, સોનુ-ચાંદી વગેરે ધાતુઓ, કાચું મીઠું વગેરે પૃથ્વીકાયના જીવોના શરીરો છે. કાચા મીઠાનો ઉપયોગ ન કરવો. જરુર પડે તો બલવણ (પાકા મીઠા)નો ઉપયોગ કરવો.
જેટલા યાંત્રિક વાહનોનો ઉપયોગ કરો તેટલો પેટ્રોલ-ડીઝલ વગેરેનો વધારે ઉપયોગ કરવો પડે. તેટલું ખનીજતેલ વધારે નીકળે તેવું ઈચ્છો. જેટલા દાગીના વધારે વાપરો, તેટલા વધારે સોનાની ઈચ્છા કરો. તે બધાની હિંસાની અનુમોદનાનો દોષ લાગ્યા કરે. - કાચાપાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો છે. વૈજ્ઞાનિકોએ જે ૩૬,૪૫૦ જીવો જોયાં છે, તે તો તેમાં રહેલા હાલતા ચાલતા ત્રસ જીવોની સંખ્યા છે. પણ પાણી પોતે જ અપકાયનું શરીર છે. પાણીના એક ટીપામાં પાણીના પોતાના તો અસંખ્યાતા આત્માઓ છે. આપણા શરીરમાં રહેલો આપણો આત્મા ન દેખાય તેમ પાણીના ટીપામાં રહેલા અસંખ્યાતા આત્માઓ પણ ન દેખાય, પણ હકીકતમાં તેમાં અસંખ્યાતા આત્માઓ છે જ. આવા અસંખ્યાતા જીવોનો કચ્ચરઘાણ શી રીતે બોલાવી શકાય? આ બધા જીવોની રક્ષા કરવા શું જલદીથી દીક્ષા લેવી ન જોઈએ? જેથી કાચાપાણીના જીવોની હિંસાથી બચી જવાય. તે ના જ બને તો ઉકાળેલું પાણી પીવું જોઈએ. બાકીના ઉપયોગમાં પણ ના છૂટકે ઓછામાં ઓછું કાચું પાણી વાપરવું જોઈએ. જ્ઞાનમાં અડધી ડોલથી વધારે નહિ. સ્વીમીંગનો ત્યાગ કરવો. વોટરપાર્ક વગેરેમાં ન જવું.
તત્વઝરણું
૨૮૦