________________
એટલે કે સ્થિર અવયવો અસ્થિર અને અસ્થિર અવયવો સ્થિર થાય તે અસ્થિર નામકર્મ. નાભિથી ઉપરના અવયવો શુભ કહેવાય છે. તે આપનાર શુભ નામકર્મ. નાભિથી નીચેના અવયવો અશુભ કહેવાય. તે આપનાર અશુભ નામફર્મ. જેનાથી સૌભાગ્ય મળે તે સુભગ નામકર્મ અને જેનાથી દુર્ભાગ્ય પેદા થાય તે દુર્ભગ નામકર્મ. જેનાથી બીજાને ગમે, તેવો કંઠ મળે તે સુરવર નામકર્મ અને જેનાથી બીજાને ગમે નહિ તેવો અવાજ મળે તે દુ:સ્વર નામકર્મ. જેનાથી પોતાની કડવી પણ વાત બીજાને ગમે તે આદેય નામકર્મ અને જેનાથી પોતાની સાચી-સારી-મીઠી પણ વાત બીજાને ન ગમે તે અનાદેય નામકર્મ. કામ કરવા કે ન કરવા છતાં જેનાથી યશ મળે તે યશનામકર્મ અને ગમે તેટલું કરવા છતાં જેના કારણે જસના બદલે જુત્તા મળે, અપયશ મળે તે અપયશ નામકર્મ. - આમ, જ્ઞાનાવરણીયના પ, દર્શનાવરણીચના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮, આયુષ્યના ૪, નામકર્મના ૧૦૩, ગોત્રકર્મના ૨, અને અંતરાયકર્મના ૫ મળીને આપણે ૧૫૮ પ્રકારના કર્મો વિચાર્યા. આ કર્મવિજ્ઞાના જાણીને, નવા કર્મો બાંધતા અટકવું. પૂર્વે બંધાયેલા કર્મોનો નાશ કરવા ધર્મારાધનામાં વિશેષ ઉધમ કરવો. જે કર્મો ઉદયમાં આવી જાય તેને સમતાથી સહન કરવા. આ રીતે કરવાથી જલદી મોક્ષે પહોંચી શકીશું.
મારા ભવોદધિનારક પરમોપકારી પ્રાતઃરમરણીય ગુરુદેવશ્રી પં. ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબની કૃપાના પ્રભાવે આપણી આ વહેલી સવારની પ્રવચનમાળામાં આપણે ઘણા પદાર્થો સ્પર્શી શક્યા છીએ. ગૃહસ્થપણામાં મેં નવાડીસાના ચોમાસામાં મારા ગુરુદેવશ્રીને વહેલી સવારે આવા તત્ત્વજ્ઞાનના પ્રવચનો કરતાં સાંભળ્યા હતા. તેના આલંબને આ ચોમાસામાં આ પ્રવચનમાળા યોજાઈ છે. જે કાંઈ સારું, તમારું પરિવર્તન થાય તેવું તમને જાણવા - સાંભળવા મળ્યું તેમાં તેઓશ્રીની કૃપા કારણ છે. તેમનો ઉપકાર માનીએ. જે કાંઈ વિપરીત રજૂઆત થઈ હોય તે બધામાં મારું છદ્મસ્થપણું કારણ છે. તે અંગે અંતઃકરણથી ક્ષમા યાચું છું. તમે બધાએ પણ સાંસારિક બધા કાર્યક્રમો એડજસ્ટ કરીને, વહેલા ઊઠીને, વહેલી સવારે આટલી મોટી સંખ્યામાં નિયમિત. ઉપસ્થિત રહીને, ભાવવિભોર બનીને મને સાંભળ્યો, પ્રોત્સાહિત કર્યો, મારો ઉ૯લાસ વધાર્યો તે બદલ તમને સૌને ધન્યવાદ છે. આપણે સૌ, પરમપિતા પરમાત્માના તત્ત્વજ્ઞાનને પામીએ, હદયથી સ્પર્શીએ, આંતરિક ભૂમિકાનું વાસ્તવિક પરિવર્તન પામીને જલદી મોક્ષસુખને પામીએ એ જ શુભાભિલાષા.
| વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ કાંઈપણ જણાવાયું હોય ! અંતઃ કરણથી ત્રિવિધ ત્રિવિધ ‘મિચ્છા મિ દુક્કડમ્'. ગાંડી
- તત્વઝરણું
e
૨૮૩