________________
સંવત ૨૦૫૮ આસો વદ - ૧૧ શુક્રવાર તા. ૧-૧૧-૦૨ |
આઠ કર્મોમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને મોહનીય, એ ચાર કર્મોની વિસ્તારથી વિચારણા કરી. હવે આપણે બાકી રહેલા કર્મોની વિચારણા સમયની અનુકૂળતા મુજબ કરવી છે.
આત્મા અક્ષય સ્થિતિવાળો છે. તેને કોઇએ પેદા કર્યો નથી કે તેનો કોઇ નાશ કરતું નથી. તે તો અદાલુ, અડેધ, અભેધ છે. શાશ્વત છે. નિત્ય છે. પણ આયુષ્ય કર્મના કારણે તે દેવ-મનુષ્ય-નરક-તિર્યંચ તરીકે જન્મ-મરણ પામે છે. જન્મ-મરણ વચ્ચે તે પાપમય જીવન પસાર કરે છે, પણ જૈનશાસનને પામ્યા પછી સમજુ બનેલા આત્માઓ જન્મ-મરણ વચ્ચેના જીવનને સાધનામય બનાવીને મોક્ષે પહોંચે છે, જ્યાં પહોંચ્યા પછી કયારેય જન્મ-મરણ કરવા પડતા નથી. ( આયુષ્ય કર્મ ચાર પ્રકારનું છે. (૧)દેવ-આયુષ્ય કર્મ (૨)મનુષ્ય આયુષ્ય કર્મ (૩)તિર્યંચ આયુષ્ય કર્મ અને (૪)નરક આયુષ્ય કર્મ. એક ભવમાં પછીના એક જ ભવનું આયુષ્ય બંધાય. તેનો ઉદય આ ભવમાં ન જ થાય. આવતા ભવમાં અવશ્ય તેનો ઉદય થાય. આવતા ભવમાં તે આયુષ્ય કર્મી પૂરેપૂરું ભોગવી લેવું પડે. પછીના ભાવોમાં તે ન ભોગવાય.
સામાન્ય રીતે માયા કરવાથી તિર્યંચનું આયુષ્ય બંધાય છે. તીવ્ર ક્રોધ - લોભ વગેરે કરવાથી નરકનું આયુષ્ય બંધાય. સરળતા, મંદ કષાય વગેરેથી દેવનું આયુષ્ય બંધાય તો સદાચારોથી મનુષ્યનું આયુષ્ય બંધાય.
આ જીવનમાં સતાવતા બધા પ્રશ્નો સામાન્ય છે. તેની પાછળ રડવાની કે સમય બરબાદ કરવાની કોઇ જરૂર નથી. ગંભીર સવાલ તો મર્યા પછી જન્મ કયાં લેવો? તે છે. મરવાનું બધાને છે. કોઇએ એક ભવમાં બે વાર મરવાનું નથી. એકવાર કરવામાંથી કોઇ સંસારી જીવ છટકી શકે તેમ નથી. તેથી મરવાની ચિંતા ન કરો. મરવાની સાથે મરી જનારા આ ભવના દુઃખો, રોગો કે કૌટુમ્બિક પ્રશ્નોની ચિંતા ન કરો. ચિંતા તો આવતા ભવનો જન્મ કયાં થશે? તેની કરવી જોઇએ કારણ કે જે ખોટો ભવ મળી ગયો તો આ ભવની બધી આરાધના સાધના ફેઇલ જશે. કીડીને પણ નહિ મારનારો હું જો બિલાડી બનું તો ઉંદર અને કબૂતરને ફાડ્યા વિના નહિ રહી શકું. મારી જીવરક્ષાની બધી સાધના નકામી થઈ જશે. પૂર્વક્રોડ વર્ષ સુધી ઊંચું સંયમ પાળનારો માસક્ષમણાદિ તપ કરનારો સાધુ આયુષ્ય બાંધતી વખતે થાપ ખાઇ ગયો તો મોક્ષે જવાના બદલે પછીના ભવમાં દેવ કે માનવ મટીને ચંડકોશિયે નાગ બન્યો! ના, આપણે તેવી ભૂલ નથી કરવી. આપણે તો આવતો ભવ સુધરી જાય તેની તત્વઝરણું
G ૨૧૨