________________
જણાવે છે.
૧૧, ૧૨, ૧૩ મા ગુણઠાણે કષાયોનો ઉદય ન હોવા છતાંય યોગ ચાલુ છે. તે કર્મોનું પ્રવેશદ્વાર છે. મન, વચન, કાયાની માત્ર શુભપ્રવૃત્તિઓ અહીં ચાલુ રહે. તેના દ્વારા એક માત્ર શાતા વેદનીય કર્મ બંધાય. પહેલા સમયે બંધાયેલું કર્મ બીજા સમયે ઉદયમાં આવીને ભોગવાય. શાતાનો અનુભવ કરાવે. ત્રીજા સમયે તે કર્મ આત્માથી છૂટું પડી ગયું હોય. બે સમય સુધી આત્મા સાથે ચોંટેલું રહેતું હોવાથી તેને બે સામયિક કર્મ કહે છે. . [ આ ૧૩ મું સયોગી કેવલી ગુણસ્થાનક દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી રહી શકે છે. આપણે પણ અહીંથી મરીને મહાવિદેહમાં જન્મ લઇને આઠમા વર્ષે દીક્ષા લઇને ભા વર્ષે ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાની બની શકીએ. સાંભળવા પ્રમાણે અનુપમાદેવી મહાવિદેહક્ષેત્રમાં નવ વર્ષે કેવળજ્ઞાની બનીને હાલ વિચરી રહ્યા છે. ! પોતાના આયુષ્યના છ મહીના બાકી હોય ત્યારે કેટલાક કેવલી ભગવંતો કેવલી સમુઘાત કરે છે. બાકી રહેલા ચાર અઘાતી કર્મોમાંથી જો આયુષ્ય કમી કરતાં નામ-ગોત્ર અને વેદનીય કર્મની સ્થિતિ વધારે બાકી હોય તો આ ચારે કર્મોને સરખા કરવા આ સમુઘાત કરે છે. તેના પ્રભાવથી પુણ્ય પ્રકૃતિઓનો રસ પણ પાપપ્રકૃતિમાં ટ્રાન્સફર થઇને, વિશુદ્ધિના બળે નાશ પામે છે.
તમામે તમામ કેવળજ્ઞાની મહાત્માઓ આયોજિકાકરણ કરે છે. આયોજિકા કરણ એટલે મન-વચન કાયાનો વિશિષ્ટ પ્રકારનો પ્રશસ્ત વ્યાપાર. ત્યાર પછી તે આત્માઓ મન, વચન, કાયાના યોગને સંધવાનો, અટકાવવાનો પ્રયત્ન કરે છે. તેને યોગનિરોધની પ્રક્રિયા કહેવાય છે.
- શેલ એટલે પર્વત, શૈલેશ એટલે પર્વતોનો રાજા મેરુપર્વત, તે જેવો નિપ્રકંપ છે, સ્થિર છે. આત્માના પ્રદેશોને તેવા સ્થિર અને નિષ્પકંપ કરવાની ક્રિયા તે શેલેશીકરણ. બધા રોગોને સંધીને, શરીરના પોલાણોને પૂરીને શેલેશીકરણ કરીને આત્મા ચૌદમા ગુણઠાણે આવીને મોક્ષે સીધાવે. ચૅરમું રવપ્ન ધૂમાડા વિનાનો અગ્નિ જણાવે છે કે ૧૪મા ગુણઠાણે શરીર વગેરે છે, છતાં કર્મબંધ નથી, કોઇ યોગ નથી. અવ્યવહારરાશીની નિગોદથી શરુ કરેલી યાત્રા મોક્ષે પહોંચીએ ત્યારે પૂર્ણ થાય. આપણે આ યાત્રામાં કયાં સુધી પહોંચ્યા છીએ? તે સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને, બાકીની અધૂરી યાત્રા પૂર્ણ કરવાના પુરુષાર્થમાં લાગી જવા જેવું છે. િવીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું
અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. - તત્વઝરણું
૨૧૧