________________
"
IS : ગલા
આત્મા સાતમા રવપ્ન સૂર્ય સમાન તેજવી બને છે.
છઠું-સાતમું ગુણઠાણું વારાફરતી બદલાયા કરે છે. જો છઠ્ઠાવાળો સાતમે ના જાય તો અંતર્મુહર્ત પછી પાંચમે, ચોથે નીચે ઉતરે. છઠ્ઠા - સાતમાનો ભેગો કાળ દેશોના પૂર્વક્રોડ વર્ષ સંભવી શકે છે. વારંવાર છ-સાતમે જતો આત્મા વિશુદ્ધિ વધતા ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડવાનું સત્ત્વ ફોરવે છે. જે તે મોહનીય કર્મને શાંત કરતો કરતો આગળ વધે તો તેણે ઉપશમણી માંડી કહેવાય. ૮૯-૧૦ ગુણઠાણે થઇ ૧૧ મે પહોંચીને છઘસ્થ વીતરાગ બને છે. આયુષ્ય પૂર્ણ થાય તો મરીને ચોથા ગુણઠાણાવાળો અનુત્તર દેવ બને છે, નહિ તો અંતર્મુહૂતી પછી જે ક્રમે ઉપશમશ્રેણી ચડયો હતો, તે ક્રમે નીચે પડે છે. 3 ( વિશેષ વિશુદ્ધિના પ્રભાવે જે આત્મા મોહનીય કર્મનો નાશ કરતો કરતો. આગળ વધે તે ક્ષપકશ્રેણી માંડી ૮, ૯, ૧૦ ગુણઠાણે થઇને સીધો ૧૨માં ગુણઠાણે જાય છે. ૧૦ માના અંતે મોહનીયકર્મનો ક્ષય કરીને વીતરાગ બનેલો તે આત્મા ૧૨માના અંતે બાકીના ત્રણ ઘાતકર્મો ખપાવીને કેવલી ભગવંત બને છે. આઠથી બારમા નંબર સુધીના દરેક ગુણઠાણા અંતર્મુહૂર્ત થી વધારે ન ટકે. બધાનો ભેગો કાળ પણ અંતર્મુહૂર્તથી વધારે નથી.
શ્રેણીના શુક્લધ્યાનની ધારા, આઠમા ગુણઠાણાથી શરુ થાય છે. હવે મોહનીચકર્મ સામે યુદ્ધ શરુ થવાનું છે. આઠમા સ્વપ્નની સફેદ ધજા શુકલધ્યાનની ધારાને કે યુદ્ધમાં પ્રાપ્ત થનારા વિજયને સૂચવતી જણાય છે. નવમા ગુણઠાણે પહોંચેલો હવે વીતરાગ બનવાનો છે. તેના મંગલને સૂચવતો પૂર્ણ કળશ તો નવમા સ્વપ્નમાં નહિ હોયને નવમા ગુણઠાણે આત્મા સૂક્ષ્મ લોભા સિવાયના મોહનીયકર્મના તમામ પેટા કને શાંત કરે કે સંપૂર્ણ નાશ કરે. isી દસમા ગુણઠાણે પહોંચેલા આત્મામાં ઘણા કર્મો શાંત થઇ ગયા હોવા છતાં સૂક્ષ્મલોભ ઉછાળા મારી રહ્યો છે. તે વાતને દસમાં પદ્મસરોવરના શાંત પાણીને ઉછાળતા મગરમચ્છો વગેરે જણાવતાં લાગે છે. અહીં સૂક્ષ્મ લોભને શાંત કરીને આત્મા ૧૧ મા ગુણઠાણે જાય છે. તો ક્ષપક આત્મા સૂક્ષ્મ લોભનો નાશ કરીને સીધો બારમા ગણઠાણે જાય છે. E
૧૧મા રવપ્નમાં રત્નાકર છે, દરિયો છે. જેમાં પડનારના ચાન્સ ડૂબવાના છે, તેમ ૧૧ મા ગુણઠાણે પહોંચેલો આત્મા અવશ્ય પતન પામ્યા વિના ન રહે.
૧૨મા સ્વપ્નમાં વિમાન દેખાય. જાણે કે ૧૨ મા ગુણઠાણે પહોંચેલા આત્માને મોક્ષે પહોંચાડનારું વિમાન આવ્યું. ત્યાંથી તેરમે ગુણઠાણે પહોંચે એટલે ગુણોરૂપી રત્નોનો ઢગલો પ્રાપ્ત થાય, તેવું તેરમું સ્વપ્ન રનોનો ઢગલો તત્વઝરણું
| ૨૧૦