________________
જો ઉપશમ સમકિતીને અનંતાનુબંધી કષાયોનો ઉદય થાય તો તરત ઉપશમ સમકિતની વોમીટ થાય. ૧ સમયથી ૬ આવલિકા સુધી તેને વસેલા સમકિતનો રસાસ્વાદ માણવા મળે. તે વખતે આત્મા સાસ્વાદન નામના બીજા ગુણઠાણે કહેવાય. વધુમાં વધુ ૬ આવલિકા પૂર્ણ થતાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય. આત્મા પહેલા ગુણઠાણે પહોંચે. બીજું સ્વપ્ન વૃષભ છે. પૂર્વે ખાધેલું વાગોળતી વખતે તેનો સ્વાદ જેમ બળદ માણે તેમ આત્માએ પહેલા મેળવેલા સમકિતની વોમીટ કરીને બીજા ગુણઠાણે તેનો સ્વાદ માણવાનો થાય છે.
ઉપશમસમકિતી આત્માને જો અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત્વમોહનીય કર્મનો ઉદય થાય તો તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વી બને. પછી તે આત્મા જો અનંતાનુબંધી ચાર કષાયોનો નાશ કરીને ક્રમશઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય કર્મોનો નાશ કરે તો તે ક્ષાયિક સમકિતી બને. આ ક્ષાયિક સમકિત એકવાર આવેલું કાયમ માટે રહે. આવતા ભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે. નહિ તો ૩, ૪ કે ૫ ભવથી વધારે ભવ તો ન જ કરે. ત્યાં સુધીમાં મોક્ષે પહોંચી જાય. આ સાત કર્મો સિવાયના મોહનીય કર્મના ૨૧ પેટાકર્મો સત્તામાં રહ્યા છે. તેને ખતમ કરવા તે ક્ષપકશ્રેણી માંડે.
સમકિતી આત્મા જ્યારે અપ્રત્યાખ્યાનીય કષાયોનો ક્ષયોપશમ કરે ત્યારે નાનું પણ પચ્ચક્ખાણ, વ્રત, નિયમ વગેરે લઇ શકે. ત્યારે તે પાંચમા દેશવિરતિ ગુણઠાણે આવ્યો કહેવાય. આ ગુણઠાણું દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી મનુષ્યો કે તિર્યંચોને હોઇ શકે છે. દેવો અને નારકોને અપ્રત્યાખ્યાનીય કષાયોનો નિકાચિત ઉદય હોવાથી તેઓ કદી પણ ચોથા ગુણઠાણાથી વધારે આધ્યાત્મિક વિકાસ સાધી શકે નહિ. પાંચમું સ્વપ્ન ફૂલની માળા છે. વ્રત-નિયમ લેનારો પાંચમાં ગુણઠાણાવાળો દેશવિરતિધર ઠેર ઠેર ફૂલની માળા જેવું સન્માન પામે તેમાં નવાઇ નથી.
જ્યારે આત્મા પ્રત્યાખ્યાનીય કષાયોનો પણ ક્ષચોપશમ કરે ત્યારે સર્વવિરતિ જીવન પામી શકે. માનવો જ સર્વવિરતિ પામી શકે; પણ આ જીવનમાં જ્યાં સુધી પ્રમાદ હોય ત્યાં સુધી તે પ્રમત્ત સર્વવિરતિ ગુણઠાણું કહેવાય. છઠ્ઠા સ્વપ્ન ચંદ્રમાં જેમ કલંક હોય છે, તેમ આ છઠ્ઠા ગુણઠાણામાં પ્રમાદ રુપ કલંક છે. અંતર્મુહૂર્તથી વધારે કાળ આ છઠ્ઠું ગુણઠાણું ન ટકે.
પ્રમાદ રહિત સર્વવિરતિ જીવનને સાતમું અપ્રમત્ત સર્વવિરતિ ગુણઠાણું કહેવાય. તે પણ અંતર્મુહૂર્તથી વધારે ન રહે. સમગ્ર ભવચક્રમાં આવતા તમામ સાતમા ગુણઠાણાનો કાળ પણ અંતર્મુહૂર્તથી વધારે ન હોય. સાતમા ગુણઠાણે K ૨૦૯
તત્વઝરણું