________________
પ્રવેશ થઇ ગયો જણાય છે. તે પહેલાં આપણે અચરમાવર્તકાળમાં હતા. અભવ્ય આત્માઓ સદા અચરમાવર્તકાળમાં હોય. betes and અચરમાવર્તકાળમાં કર્મ બળવાન હોય. ચરમાવર્તકાળમાં પુરુષાર્થ બળવાન બને. હવે આપણે કર્મો ખતમ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. જો કરીશું તો સફળતા મળવાની પૂરી શક્યતા છે, કારણકે આપણો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો જણાય છે. op
યાર પછી ફરી એક વાર
જે આત્મા મોક્ષે પહોંચવા સુધીમાં ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું મિથ્યાત્વ મોહનીય કર્મ બે વાર જ બાંધવાનો હોય તે દ્વિબંધક કહેવાય. એકવાર બાંધી દીધા પછી તે હવે માત્ર એક જ વાર બાંધવાનો હોવાથી સમૃબંધક કહેવાય. ત્યાર પછી ફરી એક વાર બાંધી દે તો હવે નક્કી થયું કે તે એકપણ વાર આવી સ્થિતિ બાંધવાનો નથી માટે તે અપુનબંધક કહેવાય. તેની ઉપર મોહનીયકર્મનો અધિકાર ઊઠી ગયો કહેવાય. સાચા ધર્મની શરુઆત હવે થાય. હવે પછીની તેની શુદ્ધક્રિયાઓ આધ્યાત્મિક ક્રિયાઓ બને. આ અપુનબંધક આત્માને હવે મોક્ષનો માર્ગ દેખાય, માટે તે માભિમુખ બન્યો કહેવાય. પછી તે મોક્ષમાર્ગ ઉપર જઇને ઊભો રહે એટલે માર્ગપતિત કહેવાય. તે માર્ગ ઉપર ચાલવા લાગે ત્યારે માર્ગાનુસારી બન્યો કહેવાય. હજુ તો આત્મા પહેલા મિથ્યાત્વ નામના ગુણઠાણે રહ્યો કહેવાય. તેનો હજુ જૈનશાસનમાં વાસ્તવિક પ્રવેશ થયો ન ગણાય. તે તો સમ્યગ્દર્શન-ચોથું ગુણઠાણું પ્રાપ્ત થાય ત્યારે જ થાય. પહેલા સ્વપ્ન હાથી ને મંદિરમાં પ્રવેશ ન મળે તેમ પહેલા મિથ્યાત્વ ગુણઠાણે રહેલાને જૈન શાસનમાં પ્રવેશ ન મળે.
આત્મામાં રહેલો સંસાર પ્રત્યેનો તીવ્ર રાગ અને મોક્ષ પ્રત્યેનો તીવ્ર દ્વેષ ગાંઠ છે. આ ગાંઠને ભેધા વિના સમ્યગ્દર્શન પામી શકાય નહિ. જ્યારે ભવ્ય આત્મા આ ગાંઠને ભેદે ત્યારે ઉપશમસમકિત પામે. આ સમકિત અંતર્મુહૂર્તકાળથી વધારે ટકે નહિ. મોહનીયકર્મના દર્શન મોહનીયના ત્રણ પેટા ભેદો (૧)મિથ્યાત્વ મોહનીય કર્મ (૨)મિશ્ર મોહનીય કર્મ અને (૩)સમ્યક્ત્વ મોહનીય કર્મ જ્યારે સંપૂર્ણ શાંત થાય ત્યારે આ ઉપશમ સમકિત આવે. ચોથું ગુણઠાણું પ્રાપ્ત થાય. ચોથું સ્વપ્ન લક્ષ્મીજી. જ્યાં લક્ષ્મીજી પધારે ત્યાં કઇ કઇ સમૃદ્ધિ ન આવે ? તે સવાલ. ચોથું ગુણઠાણું જેને પ્રાપ્ત થાય તે આત્માઓને ગુણો રુપી લક્ષ્મી પ્રાપ્ત થયા વિના ન રહે.
THIC
ત્રીજું સ્વપ્ન સિંહ છે. તેને ઘાસમાં રુચિ કે અરુચિ ન હોય. મિશ્રગુણઠાણે રહેલા આત્માને જૈન શાસન પ્રત્યે રુચિ કે અરુચિ ન હોય.
ન
તત્વઝરણું
૨૦૮