________________
ભવ્ય આત્મામાં મોક્ષે જવાની યોગ્યતા છે, તે સાચી વાત; પણ જેની યોગ્યતા હોય તે ખીલે જ, એવું શી રીતે કહેવાય? દૂધમાં દહીં બનવાની યોગ્યતા હોવા છતાં તેની ચા બનાવીએ તો દહીં શી રીતે બને? મોક્ષે જાય કે ન જાય, મોક્ષે જવાની યોગ્યતા હોય તે બધા ભવ્ય જ કહેવાય. દવાખાનું રવિવારે બંધ હોવાથી ડૉકટર પેશન્ટને ન જુએ, દવા ન આપે, રોગ ન મટાડે તેથી કાંઇ તે ડૉકટર તરીકે મટી ન જાય.
નવકાર ગણતાં ગણતાં ટી.વી. ન જ જોવાય પણ ટી.વી. જોતા જોતાં નવકાર ગણાય. નવકાર ગણતાં ગણતાં ન જ ખવાય પણ ખાતાં ખાતાં મનમાં નવકાર ગણાય. આ બધા વાકયો જેમ સાચા છે, તેમ ‘બધા ભવ્યો મોક્ષે ન જાય પણ જે મોક્ષે જાય તે ભવ્ય જ હોય' આ વાકય પણ સાચું છે.
શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી છે, માટે ભવ્ય છીએ તે વાત સાચી, પણ હવે તેટલાથી સંતોષ માનીને બેસી નહિ રહેવાનું. હજુ મોક્ષની કોઇ ગેરંટી નથી, તે માટે સક્રિય પુરુષાર્થ કરવો જરુરી છે.
જો બધા જ ભવ્ય આત્માઓ મોક્ષે જતા હોય તો એક દિવસ આ સમગ્ર સંસાર ભવ્ય આત્માઓ વિનાનો બની જાય. માત્ર જાતિભવ્યો અને અભવ્ય આત્માઓ જ આ સંસારમાં રહે. તેઓ તો કદી મોક્ષે જાય જ નહિ, તેથી મોક્ષનો માર્ગ બંધ થાય. ધર્મનો નાશ થાય.તે ઉચિત નથી. મોક્ષનો માર્ગ સદા ચાલુ રહેશે. ભવ્ય જીવો આઠમા અનંતા જેટલા છે. મોક્ષે જનારા આત્માઓ પાંચમાં અનંતા જેટલા છે. આમ મોક્ષે જનારા કરતાં જવાની યોગ્યતાવાળા ભવ્ય આત્માઓ ઘણા વધારે છે, તેથી બધા ભવ્યો મોક્ષે જાય, તેમ ન કહેવાય.
02
કાળ અનંત હોવા છતાં ય કાળના સમયો પાંચમા અનંતાથી વધારે નથી. કોઇ પણ સમયે ૧૦૮થી વધારે આત્માઓ મોક્ષે જતા નથી. કયારેક વચ્ચે વચ્ચે ૧ સમયથી છ મહીના સુધીનું અંતર પણ પડે છે, છતાં માની લઇએ કે દરેક સમયે ૧૦૮-૧૦૮ આત્મા મોક્ષે જાય તો પણ ૧૦૮ ૪ પાંચમાં અનંતા જેટલા આત્માઓ વધુમાં વધુ મોક્ષે જઇ શકે, તેમ નકકી થયું. આ સંખ્યા તો પાંચમા અનંતાથી થોડીક જ વધારે છે. છઠ્ઠા અનંતા કરતાં ચ ઘણી નાની છે. કુલ ભવ્ય આત્માઓ આઠમા અનંતે છે, તેથી બધા ભવ્ય જીવો મોક્ષે જાય છે, તેમ માની શકાય નહિ.
ધારો કે એક કોઠીમાં ૧૫ અબજ દાણા ભર્યાં છે. કાળ માત્ર ૧૦૦૦ સમયનો જ હોય, અને દર સમયે ૧૦૮-૧૦૮ દાણા કાઢો તો તે કોઠી ખાલી થાય ખરી? ન જ થાય ને? તેમાં વળી જેટલા દાણા કાઢો તેટલા જ દાણા
તત્વઝરણું
૬ ૧૦૧