________________
સમજવું જરૂરી છે. જેમ જેમ સમજતા જઇએ તેમ તેમ પરમાત્મા અને પરમાત્મા ના શાસન ઉપર આપણી શ્રદ્ધા વધતી જશે.
જે કર્મ જે રીતે બાંધ્યું હોય તે રીતે ભોગવાતું નથી. ઉદયમાં આવતા પહેલાં તેમાં ઘણા ફેરફારો થઇ જાય છે. જુદા જુદા આઠ કરણો તેમાં લાગે છે. શાતાવેદનીય કર્મ અશાતાવેદનીયમાં ફેરવાઇ શકે અને અશાતાવેદનીય કર્મ શાતાવેદનીયમાં ફેરવાઇ શકે.
આપણા કર્મવિજ્ઞાન તથા તેના આઠ કરણોની વિચારણા-બેંકની સીસ્ટમ, ધંધાની એકાઉન્ટની સીસ્ટમ કે કોર્ટની ચુકાદાની વ્યવસ્થા દ્વારા-કરી શકાય. પંચસંગ્રહ, કમ્મપચડી વગેરે ગ્રંથોમાં આઠ કરણની વાતો વિસ્તારથી સમજાવાઇ છે. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે કર્મ સાહિત્યનો ઉદ્ધાર કર્યો છે. કર્મ વિષયક ‘બંધવિહાણ’ ગ્રંથના ૧૬ વોલ્યુમો સંસ્કૃતભાષામાં પોતાના શિષ્યપ્રશિષ્યો દ્વારા તૈયાર કરાવ્યા છે.
જૈનશાસન તો દરિયો છે. તેમાં અઢળક જ્ઞાન ભર્યું છે. આપણે તો તેના એક ટીપાને પણ પૂરેપૂરા સ્પર્શયા નથી.
બંધનકરણ, સંક્રમણકરણ, ઉદીરણાકરણ વગેરે આઠ કરણો છે. કર્મો બંધાય છે. બંધાયા પછી ઉદયમાં ન આવે ત્યાં સુધી તેમાં જાતજાતના ઘણા ફેરફાર થાય છે. તે ફેરફાર આપણા પુરુષાર્થ દ્વારા થાય છે. આમ કર્મો કરતાં પણ પુરુષાર્થ બળવાન છે.આપણે સમકિત પામવા સમ્યક્ પુરુષાર્થ કરવાનો છે.
મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હોય ત્યાં સુધી આત્મા મિથ્યાત્વી ગણાય આપણે તે મિથ્યાત્વ મોહનીય કર્મને ખતમ કરવાની સાધના કરવાની છે. જો સમકિત મોહનીય કર્મનો ઉદય થાય તો જીવ સમકિતી તો બને પણ તેને અવારનવાર ભગવાનના વચનમાં શંકા પડ્યા કરે. તેનું સમકિત મલિન હોય. જો મિશ્ર મોહનીય કર્મનો ઉદય થાય તો જીવને જૈનધર્મ પ્રત્યે રુચિ પણ ન થાય કે અરુચિ પણ ન થાય. પણ જો મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય તો જીવને જૈનધર્મ પ્રત્યે અરુચિ પેદા થાય. આપણે આ ત્રણે દર્શન મોહનીય કર્મને ખતમ કરવા જોઇએ. તેનાથી જૈનશાસન પ્રત્યે વાસ્તવિક રુચી પેદા થશે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
香港
તત્વઝરણું
RISK
18 છે.
૧૧ ૧૦૪