________________
'સંવત ૨૦૫૮ આસો સુદ - ૧૨ ગુરુવાર, તા. ૧૭-૧૦-૦૨
મિથ્યા એટલે ખોટું. મિથ્યાત્વ એટલે ખોટાપણું. સાચાને ખોટું માનવું. ખોટાને સાચું માનવું તે મિથ્યાત્વ. જે જેવું હોય તેવું માનવું તે સમ્યક્ત્વ. ભગવાને જે કહ્યું છે, તે માનવું તે સમ્યક્ત્વ, કારણ કે ભગવાને જે જેવું છે, તે તેવું જ કહ્યું છે.
- ભગવાન યથાસ્થિતવસ્તુવાદી છે. પંચસૂત્રમાં ભગવાન માટે “જહરિય વલ્લુવાણ’ વિશેષણ વાપર્યું છે. જે પદાર્થો જે રીતે રહ્યા છે, તે રીતે પદાર્થોને કહેનારા ભગવાન છે. ભગવાન પણ સ્વતંત્ર નથી. તેઓ જગતની સ્થિતિને પરાધીન છે. સાત નરક છે તો ભગવાને નરક સાત જ કહેવી પડે પણ તેઓ છ કે આઠ નરક ન જણાવી શકે. મન ફાવે તેવું તેઓ બોલી કે કરી ન શકે. ઇન્દ્ર મહારાજે ભગવાનને એક ક્ષણ આયુષ્ય વધારવા વિનંતિ કરી હતી, છતાં ભગવાને એક ક્ષણ પણ આયુષ્ય ન વધાર્યું કારણ કે ભવિતવ્યતા તેવી હતી. તેમાં ભગવાન પણ ફેરફાર ન કરે. જગસ્થિતિ જેવી છે, તે પ્રમાણે ભગવાને કહ્યું છે. આપણને તેની ઉપર શ્રદ્ધા હોવી જોઇએ.
દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારનું હોવા છતાં માત્ર મિથ્યાત્વમોહનીય કર્મી જ બંધાય છે. મિશ્રમોહનીય કર્મ કે સમકિત મોહનીય કર્મ બંધાતું નથી.
| મિથ્યાત્વમોહનીય કર્મ બંધાય ત્યારે તેમાં ઘણો રસ (પાવર) પેદા થયો. હોય છે. વિશુદ્ધિ અને શુભભાવ વડે જ્યારે તે રસ (પાવર)ખૂબ ઓછો થાય ત્યારે તે મિથ્યાત્વમોહનીય કર્મ પોતે જ સમકિતમોહનીય કર્મ તરીકે ઓળખાય. જો પાવર થોડોક જ ઓછો થાય તો તે મિથ્યાત્વમોહનીય કર્મ મિશ્ર મોહનીય કર્મ તરીકે ઓળખાય છે. આમ,મિથ્યાત્વમોહનીય કર્મ જ માત્ર બંધાય છે પણ તેનો થોડો પાવર ઘટતાં તે મિશ્ર મોહનીય કર્મ બને અને ઘણો રસ ઘટતાં તે સમકિતમોહનીય કર્મ બને.
બંધાય ભલે માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મ, પણ રસ તૂટવા દ્વારા બનેલું મિશ્ર અને સમકિત મોહનીય કર્મ પણ સત્તામાં તો આવે જ. સત્તામાં આવેલા આ ત્રણે ય દર્શનમોહનીય કર્મો ઉદયમાં આવી શકે. તેમની ઉદીરણા પણ થઇ શકે. આ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું વિગતથી વર્ણન બીજા કર્મગ્રંથમાં સારી રીતે સમજાવ્યું છે. | બેંકમાં પૈસા ભરો એટલે તેટલી બેલેન્સ તમારા ખાતામાં પાસબુક બતાડ્યા કરે. આ પૈસા ભરવા જેવો કર્મનો બંધ છે. સારા કે ખરાબ વિચારોઉચ્ચારો કે આચારો એવો એટલે કર્મ બંધાય. પૈસા ભરાય એટલે પાસબુક જેમ તત્વઝરણું
૧૦૫