________________
+ ૨ :
બેલેન્સ બતાડે તેમ જે કર્મ બંધાય તે સત્તામાં આવ્યું કહેવાય. આ ખાતામાં ભરેલા પૈસા ઉપાડ્યા, એટલે બેંક બેલેન્સ તેટલી ઓછી થાય તેમ કમી ઉદયમાં આવીને ભોગવાય એટલે સત્તામાંથી કેટલા કર્મો ઓછા થાય. બેંકમાંથી પૈસા ઉપાડવા જેવો કર્મનો ઉદય છે. ઉપાડેલી રકમ પ્રમાણેના પૈસાનો ઉપભોગ કરી શકાય તેમ ઉદયમાં આવેલા કર્મોને તે રીતે ભોગવવા પડે. ત્રણ વર્ષે પાકે તેવી ફીક્ષડીપોઝીટ જરુર પડતાં વટાવ આપીને વહેલી ઉપાડી લીધી તો વહેલા પૈસા મળી જાય તેમ જે કર્મ મોડા ઉદરમાં આવવાનું હોય તેને વહેલા ઉદયમાં લાવી દેવું તે, ઉદીરણા કહેવાય. | કર્મ જ્યારે બાંધીએ ત્યારે તે તરત ઉદયમાં ન આવે. થોડો સમય પોતાનો પરચો બતાડ્યા વિના પડી રહે. તે જેટલો કાળ આત્માને કોઇ બાધા કે પીડા ન પહોંચાડે. તેટલા કાળને તે કર્મોનો અબાધાકાળ કહેવાય. તેટલો સમય પસાર થયા પછી તે કર્મ પોતાનો સ્વભાવ બતાડે. પરચો બતાડે. તેને વિપાક કાળ કહેવાય. અબાધાકાળ પૂર્ણ થયા પછી જ્યારે પરચો બતાડવાનું શરુ કરે ત્યારે કર્મનો ઉદય થયો ગણાય. અબાધાકાળ ચાલુ હોય, હજુ વિપાકકાળ શરુ થવાની વાર હોય ત્યારે તે કર્મનો વહેલો વિપાકકાળ શરુ કરાવવો તે ઉદીરણા કહેવાય. બંધાયા પછી તે કર્મ જ્યાં સુધી આત્માથી છૂટું ન પડે ત્યાં સુધી તેની સત્તા છે, એમ કહેવાય.
આત્માની અંદર રહેલા મિથ્યાત્વમોહનીય કર્મને ખતમ કરવાની સાધના કરવાની છે. મિથ્યાત્વ મોહનીયને શાંત કરીને સમકિતમોહનીય કર્મન ઉદધ્યમાં લાવીએ તો સમકિત આવે તો ખરું પણ તે ટકે તેની કોઇ ગેરંટી નહિ, કારણકે સત્તામાં રહેલું મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં આવે તો પાછા મિથ્યાત્વી બની જવું પડે.
ને ભગવાનના જમાઇ જમાલીએ દીક્ષા લીધી. ભગવાનના શિષ્ય બન્યા. સમકિતી હતા; પણ ઉત્સુત્ર વચન વડે મિથ્યાત્વમોહનીય કર્મન ઉદયમાં લાવીને મિથ્યાત્વી બન્યા. ભગવાનના શાસનમાં પહેલા નિલવ બન્યા. ‘ડેમાણે કડે' જે કરાતું હોય તે કર્યું કહેવાય તેવા ભગવાનના વચનને તેણે ન સ્વીકાર્યું. મિથ્યાત્વ મોહનીય કર્મ સત્તામાં પડ્યું હતું. અવસરની રાહ જોતું હતું. તેને તક મળી ગઇ. તરત ઉદયમાં આવી ગયું. જો મિથ્યાત્વમોહનીય કર્મને પહેલાં ખતમ જ કરી દીધું હોત તો ઉદયમાં ન આવી શકત, તેને મિથ્યાત્વી ન બનાવત. | તેણે જાહેરાત કરી. ભગવાન મહાવીરદેવ બધું જાણતા નથી. તેમની એક વાત ખોટી છે. તેથી ભગવાન સર્વજ્ઞ ન કહેવાય. સર્વજ્ઞ તો હું છું, કારણકે
તત્વઝરણું
૧૦૬