________________
આગમો અનુકૂળતાએ તરત વાંચવા જોઇએ.
| (૫) અનિલન : નિલવ એટલે છૂપાવવું, ભૂલી જવું. જે વિદ્યાગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું હોય તે વિદ્યાગુરુના ઉપકારને કદી ભૂલવો નહિ. કોઇ પૂછે તો તેમના બદલે બીજાનું નામ ન કહેવું. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જેની પાસે એક પદ પણ શીખ્યા હોઇએ તે વિદ્યાગુરુનો માત્ર ભણતા હોઇએ ત્યારે જ નહિ, પણ કાયમ માટે વિનય સાચવવો. માત્ર કાયાથી નહિ, મન અને વચનથી પણ બે હાથ જોડીને સત્કાર કરવા પૂર્વક વિનય કરવો પણ તેમનો ઉપકાર કદી ભૂલવો નહિ.
એક પરિવ્રાજક પાસે વિધા હતી. તે ચાલે ત્યારે તે વિધાના બળે તેનું ત્રિશૂળ આકાશમાં ચાલતું હતું. રાજએ પૂછયું, “આ વિધા આપે કોની પાસેથી મેળવી?' તેમણે કોઇ ચંડાલાદિ હલકી વ્યક્તિ પાસેથી તે વિધા મેળવી હતી. તેનું નામ દેતા તેમને શરમ આવી. “રાજાને શું લાગશે? આવી હલકી વ્યક્તિ પાસે હું ભણ્યો?' આ અહંકારે તેમને ભૂલાવ્યા. તેમણે કહ્યું, “હિમાલય ઉપર વસતાં અમુક મહાતપસ્વી મહષિ પાસેથી મેળવી છે.” આ રીતે તેમણે પોતાના વિદ્યાગુરુનું ખોટું નામ જણાવ્યું. તરત જ આકાશમાંથી ત્રિશૂળ નીચે પડી ગયું. વિધા ચાલી ગઇ!
(૬-૭-૮) સૂત્ર-અર્થ-તદુભય સૂત્ર શુદ્ધ બોલવા-ગોખવા. જોડાક્ષરો બોલવામાં ભૂલ ન કરવી. મીંડા ભૂલવા નહિ. ન હોય ત્યાં મીંડુ ઉમેરવું નહિ. સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક બોલવા. એકાદ અક્ષર કે શબ્દ ઓછો-વધારે ન બોલાય તેની કાળજી લેવી. સબસ્કૂણું એટલે સર્વજ્ઞ ભગવંત. એક‘ન' ઓછો બોલાય તો સવનૂર્ણ થાય. તેનો અર્થ ‘બધાથી હલકા ભગવાન' થાય. કેવો અનર્થ થયો !
સૂત્રોનો અર્થ પણ પોતાની બુદ્ધિ-કલ્પનાથી ન કરતા શાસ્ત્ર સાપેક્ષ કરવો. સૂત્ર અને અર્થ; બંને વિચારાતા, બોલાતા, સમજાવાતા હોય ત્યારે તે બંનેમાં કયાંય શાસ્ત્રવિરુદ્ધ ન થાય તેની કાળજી રાખવી.
જ્ઞાનની આરાધના માટે જ્ઞાનપંચમી તપ કરવો. પાંચ જ્ઞાનના ૨૮+૧૪+૬+૨+૧ = પ૧ ભેદ હોવાથી પ૧ સાથીયા, પ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૫૧ ખમાસમણા, ઉપવાસ વગેરે દર સુદ પાંચમે કરવું.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું રીયા ની ડિ૨૧
તe
Do saber તત્વઝરણું le
૧૫૬