________________
સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧૩ મંગળવાર. તા. ૨૦-૮-૦૨
આપણા આત્માની જ્યારે નિયતિ પાકી ત્યારે તે અવ્યવહારરાશીમાંથી બહાર નીકળ્યો. સ્વભાવથી ભવ્ય છે.જ્યારે કાળ પાકયો ત્યારે ચરમાવર્તકાળમાં પ્રવેશ મળ્યો. હવે આપણી ખરી સાધના શરુ થાય છે.
દુઃખી કે સુખીના આધારે નહિ, પાપી કે પુણ્યશાળીના આધારે નહિ પણ દોષી છીએ કે ગુણી? તેના આધારે આત્માનો વિકાસ નક્કી થાય છે માટે આપણે દુઃખ દૂર કરવાનો અને સુખ મેળવવાનો કે પાપ દૂર કરવાનો અને પુણ્ય પેદા કરવાનો નહિ પણ દોષનો નાશ અને ગુણની પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આત્મવિકાસની આજ સાચી સાધના છે.
દોષનાશ અને ગુણપ્રાપ્તિની સાચી સાધના ચરમાવર્તકાળમાં જ થઇ શકે. અચરમાવર્તકાળમાં ન થાય કારણકે અચરમાવર્તમાં કર્મો બળવાન છે, પુરુષાર્થ માયકાંગલો છે જ્યારે ચરમાવર્તકાળમાં કર્મો માયકાંગલા છે, પુરુષાર્થ બળવાન છે.
કર્મો અને પુરુષાર્થ વચ્ચે અનાદિકાળથી યુદ્ધ ચાલ્યું આવે છે. આધ્યાત્મિક વિકાસની દષ્ટિએ વિચારીએ તો અચરમાવર્તકાળમાં કર્મો બળવાન હોવાથી પુરુષાર્થ હારે છે. આધ્યાત્મિક વિકાસ થઇ શકતો નથી. જીતેલા કર્મો તેને અટકાવે છે.
ચરમાવર્તકાળમાં કર્મો નબળા બને છે અને પુરુષાર્થ બળવાન બને છે. તેથી તેમાં જો સમ્યફ પુરુષાર્થ આદરવામાં આવે તો આધ્યાત્મિક વિકાસ વેગવંતો બન્યા વિના ન રહે.' - જો આપણો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો હોય તો આપણે ધર્મારાધનામાં વધુ જોરદાર પુરુષાર્થ કરવાની જરૂર છે, કારણકે આપણો પુરુષાર્થ નિષ્ફળ જવાનો નથી. કર્મો નબળા પડેલા છે. થોડીક મહેનત કરીશું, તો તે ખતમ થઇ જશે. મોક્ષ આપણને મળી શકશે. આમ, ચરમાવર્તકાળમાં આપણો થયેલો પ્રવેશ આપણા માટે ઘણો લાભદાયી છે. આધ્યાત્મિક વિકાસ હવે ઝડપથી થઇ શકશે.
કદાચ કોઇનો પ્રવેશ ચરમાવર્તકાળમાં ન થયો હોય તો તેણે અચરમાવર્તકાળમાં પુરુષાર્થ માયકાંગલો છે એમ જાણીને ધર્મારાધનામાં પુરુષાર્થ બંધ કરવાની જરૂર નથી. ભલે તે ધર્મારાધના તે કાળમાં તેનો વિશિષ્ટ આધ્યાત્મિક વિકાસ ન કરી શકે, પણ ભૌતિકવિકાસ તો ત્યારે પણ તેનાથી થાય જ છે. ધર્મારાધના કયારેય નકામી નથી, નિષ્ફળ નથી.
- અચરમાવર્તકાળમાં કરેલી ધર્મારાધના ભલે દોષનાશ કે ગુણપ્રાપ્તિ તત્વઝરણું
| ૬૫