________________
ધીર આત્મામાં દીક્ષા લીધા પછી ગુરુપારતનય જોઇએ.
ભાવ વિના માત્ર વેશથી પણ દીક્ષા લેનારા અનેક આત્માઓ સંસાર સમુદ્રને તરી ગયા છે. ખાવા માટે ભિખારીએ દીક્ષા લીધી, પણ પછી તેની અનુમોદના કરવાના પ્રભાવે સંપ્રતિ રાજા બન્યા. સવાલાખ દેરાસરો અને સવા કરોડ જિનમંદિરો તેણે બનાવ્યા. દીક્ષા લેતી વખતે તેને કયાં દીક્ષાના ભાવ હતા? તેથી ભાવ ન હોય તો દીક્ષા ન જ અપાય એમ નહિ.
ભાવથી દીક્ષા લઇને મોક્ષે જનારા કરતાં ભાવ વિના દીક્ષા લઇને મોક્ષે જનારા કદાચ વધારે હશે. ભાવ સતત સરખા ન રહે. તેમાં વધ-ઘટ થયા કરે. તેથી ભાવના વિશ્વાસે ન રહેવાય. - ઉપવાસ કરો ત્યારે ચોવીસેય કલાક ઉપવાસના સરખા જ ભાવ રહ્યા કરે? કે તેમાં વધ-ઘટ થયા કરે? હા ! પચ્ચકખાણ લેવાથી મીનીમમ ભાવ ટકી જાય છે, તેમ દીક્ષા લેવાથી તેના મીનીમમ ભાવ ટકેલા રહે. બાકી તો ચડ-ઉતર થયા કરે.
પચ્ચકખાણના પ્રભાવે ઉપવાસ ટકે તેમ દીક્ષાના પ્રભાવે સંયમજીવન ટકે. ગુરુની આજ્ઞાનું પાલન, સ્વાધ્યાય, તપ, જપ, વાચના તથા સંયમનું વાતાવરણ વગેરે સંયમજીવન જીવવાની શક્તિ આપે. તેથી દીક્ષા લીધા પછી ભાવો સતત વધ્યા કરે; પણ સંસારમાં રહો તો? સંસારનું વાતાવરણ જ એવું છે કે તેમાં સતત નિમિત્તો મળ્યા કરે. ભાવ ખતમ થવા માંડે. ge તેથી હવે દીક્ષાના ભાવ જાગ્યા છે કે નહિ ? તેની ચિંતા કરવાના બદલે મારામાં સંયમના મહાવ્રતો પાળવાની ધીરતા છે કે નહિ ? તે ચકાસવા પુરુષાર્થ કરવો. તે માટે ઘર છોડીને ગુરુ મહારાજ પાસે રહેવું. વિહાર કરવો. એક મહીનાના પૌષધ કરવા. મેલા કપડાં, ઠંડી, ગરમી, એકાસણું, હાથ-પગ-મોટું ધોવાનું નહિ, વગેરે ફાવે છે કે નહિ તે ખબર પડે. ગુરુ તથા ગુરુભાઇઓ સાથે સ્વભાવ મેચ થાય છે કે નહિ? તે જણાય. જે જામી જવાય તો દીક્ષા લઇ લેવી. | દીક્ષામાં વય નડતી નથી. આઠ વર્ષની ઉંમરે પણ દીક્ષા લેવાય. વૈરાગ્ય જોઇએ. હરિભદ્રસૂરિજી તો કહે છે કે બાળદીક્ષા કરતાં તો ભુફતભોગીની દીક્ષા વધુ જોખમી છે, કારણકે બાળકને તો મોટા થતાં કુતૂહલ થાય, જેને યોગ્ય સમજાવટથી શાંત કરી શકાય પણ ભક્તભોગીને તો આ ભવમાં જાતે અનુભવેલાનું સ્મરણ થાય. માટે બાળદીક્ષા ન જ અપાય તે વાત બરોબર નથી.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
१४