________________
ઇચ્છા ન કરાય, પણ જ્યાં પહોંચ્યા પછી કોઇ જન્મ કે ભવ લેવાનો નથી, કોઇ દુઃખ, પાપ કે દોષ અનુભવવાનો નથી તેવા કાયમી સુખવાળા મોક્ષે જ જવાની ઇચ્છા કરવી જોઇએ. Lista Sis
0
મોતની પીડા જેમ ભયંકર છે તેમ જન્મની પીડા પણ ભયંકર છે. જો નિગોદમાં પહોંચી ગયા તો શું થશે? નિગોદનો જીવ એક શ્વાસોશ્વાસમાં સાડા મરણ કરે છે. ત્યાં કેવી ભયાનક પીડા ભોગવવી પડશે ? તેના કરતાં મોક્ષે જઇએ તો આ બધામાંથી કાયમી છૂટકારો થાય. હવે કોણ મોક્ષે જવા ન ઇચ્છે?
સત્તરવાર જન્મ
6000
-
ઘણા ભયાનક પાપકર્મો બંધાયા છે, હવે મોક્ષમાં શી રીતે પહોંચાય ? તેવો સવાલ કરવાની જરુર નથી. કારણકે જે કર્મ જે રીતે બાંધ્યું હોય તે રીતે જ ભોગવવું પડે તેવો નિયમ નથી. પુરુષાર્થ વડે કર્મોમાં ફેરફાર પણ થઇ શકે છે. જૈન શાસનનો કર્મવાદ ડોશીમાનો રોદણાવાદ નથી પણ મરદનો પુરુષાર્થવાદ છે.
સમગ્ર વિશ્વને જૈન ધર્મની અદ્ભૂત દેન કર્મવાદ છે. આવો કર્મવાદ વિશ્વમાં કોઇ અન્ય ધર્મ પાસે નથી. દુનિયાના તમામે તમામ પ્રશ્નોના જવાબો જૈનશાસનના કર્મવાદમાં મળે છે. તે માટે સમય કાઢીને કર્મવિજ્ઞાનને બરોબર સમજવું જોઇએ. આપણા જીવનમાં કર્મવિજ્ઞાન કઇ કઇ રીતે ઉપયોગી છે તે ‘કર્મનું કમ્પ્યુટર' ભાગ ૧,૨,૩ પુસ્તકોમાં સરળ ભાષામાં સમજાવાયું છે, અનુકૂળતાએ તે ત્રણે ભાગોનું વાંચન-મનન કરશો તો ઘણો લાભ થઇ શકે તેમ છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
An
તત્વઝરણું
ભવ્યક્તિત્વ
(વ
BLOT
'
પાંચ
અજીવ
દ્રવ્યો
Histoh Tips
333
3 fous for in
૯૫