________________
સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૭ શુક્રવાર તા. ૩૦-૮-૦૨
ચાર ગતિમાંથી માત્ર માનવગતિમાંથી જ મોક્ષે જઇ શકાય છે. આપણો પુણ્યોદય છે કે મોક્ષે પહોંચાડનારો માનવભવ આપણને મળ્યો છે, હવે તે માટેનો પુરુષાર્થ ન કરીએ તો કેમ ચાલે ?
માનવગતિના તમામ માનવો મોક્ષે ન જઇ શકે. વધુમાં વધુ ૫૦૦ ધનુષની (૧ ધનુષ = ૪ હાથ) ઊંચાઇના શરીરવાળા અને ઓછામાં ઓછી બે હાથની (૧ હાથ = ૨૪ આંગળ) કાયાવાળા મોક્ષે જઇ શકે. a
છે. આપણા શરીરનો ૧/૩ ભાગ પોલાણવાળો છે. તે પોલાણોમાં આત્મપ્રદેશો નથી, તેથી આત્મપ્રદેશો તો આપણા શરીરના માત્ર ૨/૩ ભાગમાં છે. મોક્ષે જતાં પહેલા તે આત્મપ્રદેશો શરીરના પોલાણના ભાગને પૂરીને ઘન બનીને ૨/૩ ભાગ જેટલા સંકુચિત થઇને મોક્ષે પહોંચે છે. માટે મોક્ષમાં પહોંચેલા સિદ્ધભગવાનની અવગાહના (ઊંચાઈ) વધુમાં વધુ (૫૦૦ ધનુષનો ૨/૩ ભાગ) ૩૩૩ ૨/૩ ધનુષ અને ઓછામાં ઓછી (૨ હાથનો ૨/૩ ભાગ) ૧ હાથ ૮ અંગુલા હોય છે.
'' ૧ ગાઉના ૨૦૦૦ ધનુષ થાય. સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ૨/૩ ધનુષ છે, તે ૧ ગાઉનો છઠ્ઠો ભાગ થયો. સિદ્ધભગવંતો ઉપર અલોકને અડીને રહ્યા હોવાથી સૌથી ઉપરના ૧ ગાઉના છ ભાગ કરીએ તો તેમાંના સૌથી ઉપરના ૧/૬ ગાઉમાં રહ્યા છે, એમ કહેવાય.
ચૌદ રાજલોકના સમગ્ર વિશ્વમાં આઠ પૃથ્વીઓ આવેલી છે, તેમાંની નીચેની છે પૃથ્વીઓમાં નરક છે, અને ઉપર જે એક પૃથ્વી છે, તેની ઉપર સિદ્ધભગવંતો રહેલા હોવાથી તે સિદ્ધશીલા કહેવાય છે. તેને મોક્ષ પણ કહેવાય છે. ઇષત્ પ્રાગભારા પૃથ્વી એવું પણ તેનું નામ છે.
એક સમયે વધુમાં વધુ ૧૦૮ આત્માઓ મોક્ષે જઇ શકે. દરેક સમયે મોક્ષ જવાનું ચાલું છે. હાલ ભરતક્ષેત્રથી ભલે મોક્ષે ન જવાય, મહાવિદેહક્ષેત્રમાંથી તો આજે પણ મોક્ષે જવાનું ચાલુ છે. કયારેક મોક્ષે જવાનું બંધ થાય તો વધુમાં વધુ સતત છ મહીના સુધી મોક્ષે જવાનું બંધ રહે. છ મહીના થતાં જ કોઇને કોઇ આત્મા અવશ્ય મોક્ષે જાય જ. તેથી વધારે અંતર કદી ન પડે. અનંતકાળથી મોક્ષે જવાનું સતત ચાલુ છે. કયારે ય છ મહીનાથી વધારે અંતર નથી પડ્યું. આ અનંતકાળમાં કેટલા બધા આત્માઓ મોક્ષે પહોંચી ગયા હશે. છતાં હજુ સુધી આપણો નંબર તેમાં નથી લાગ્યો, તેનું દુઃખ છે? કયારે મોક્ષ મળે? તેનો તલસાટ છે?
તત્વઝરણું
GG