________________
દેશનિકાલ કર્યા. વિષ્ણુમુનિ પાસે વાત આવી. સંસારી સંબંધના નાતે તેમણે મંત્રી પાસે ત્રણ ડગલાં જમીન માંગી. વૈક્રિય લબ્ધિ વડે મોટું શરીર બનાવ્યું. બે છેડે બે પગ મૂકીને ગુસ્સામાં નમુચિને પૂછયું, બોલ ! ત્રીજો પગ કચાં મૂકું? નમુચિના માથા ઉપર મૂકીને તેને ખતમ કર્યો. સંયમીઓની રક્ષા કરવા માટે ગુસ્સામાં છે. દેવ-દેવીઓ આકાશમાં રાસડા લે છે. ધીમે ધીમે શાંત પડ્યા. શાસ્ત્રો કહે છે કે તેમને માત્ર ઇરિયાવહીયાનું પ્રાયશ્ચિત્ત આવ્યું કારણકે તેમનો આ પ્રશસ્તકષાય સંજ્વલન કક્ષાનો હતો. દેખાવનો હતો પણ અંદરનો નહોતો. ગળાનો હતો, હૃદયનો નહોતો. ધર્મરક્ષા માટે હતો. તેમનું સંયમ ટકેલું હતું.
પુલાક લબ્ધિવાળા સાધુમાં ચક્રવર્તીની છાવણીને ખતમ કરવાની શક્તિ હોય છે. શાસન ઉપર આવેલા આક્રમણને ખાળવા પુલાક લબ્ધિનો ઉપયોગ કરીને આખી છાવણી ખતમ કરવી પડે તો તેનું પ્રાયશ્ચિત્ત તેમને માત્ર ઇરિયાવહીયા આવે, કારણકે તે સંજ્વલન કષાય કહેવાય.
આપણે ક્રોધ કરવો જ નહિ. કરવો જ પડે તેમ હોય તો હૃદયથી ન કરાય. ગળાથી કરીને ભૂલી જવાય. સામેવાળા પ્રત્યે સદ્ભાવ ટકાવી રાખવો.
સામાન્યથી જે કષાય ૧ વર્ષથી વધારે ટકે તે અનંતાનુબંધી કષાય કહેવાય, તે સમકિત ન રહેવા દે. જૈનપણું જાય. જે કષાય ચાર મહિનાથી વધારે ટકે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય, તે દેશવિરતિ-શ્રાવક જીવન ન આવવા દે. નાનું પણ પચ્ચક્ખાણ ન કરવા દે. જે ૧૫ દિવસથી વધારે ટકે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય. તે સાધુજીવન પ્રાપ્ત થવા ન દે. જે ૧૫ દિવસથી ઓછો કાળ રહે તે સંજ્વલન કષાય કહેવાય. આ સંજ્વલન કષાયોની હાજરીમાં સાધુપણું તો રહે પણ યથાખ્યાત ચારિત્ર ન આવે. યથાખ્યાત ચારિત્ર એટલે ૧૧-૧૨-૧૩-૧૪ મા ગુણઠાણાનું ભગવાને કહેલું ચારિત્ર. તે તો બધા કષાયો દૂર થયા પછી જ પ્રાપ્ત થાય.
આત્માનો વિકાસ થતો અટકાવવાનું કાર્ય કષાયો કરે છે. આ કષાયોને વધારે ભયાનક બનતા અટકાવવા પ્રતિક્રમણની આરાધના ગોઠવાયેલી છે. તેમાં કષાયોનું પ્રતિક્રમણ (પાછા હટવાનું) કરવાનું છે.
આપણા કષાયોને અનંતાનુબંધી બનતા અટકાવવા વર્ષે સંવત્સરી પ્રતિક્રમણ છે,અપ્રત્યાખ્યાનીય બનતા અટકાવવા ચાર મહીને ચૌમાસી પ્રતિક્રમણ છે;પ્રત્યાખ્યાનીય બનતા અટકાવવા ૧૫ દિવસે પખિ પ્રતિક્રમણ છે. કષાય થાય તો તરત તેની ક્ષમાપના કરવી. છેવટે બાર કલાકથી વધારે તો ન રહેવા દેવા. તે માટે રોજ રાઇ અને દેવસિ પ્રતિક્રમણ કરવાનું છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. fio3
તત્વઝરણું
૧૩૦