________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૧૧ ગુરુવાર. તા. ૩-૧૦-૦૨
ચારિત્ર પાંચ પ્રકારનાં છે. (૧)પુલાક (૨)બકુશ (૩)કુશીલ (૪)નિગ્રંથ અને (૫)સ્નાતક. આ પાંચ ચારિત્રમાંથી બકુશ અને કુશીલ ચારિત્ર અત્યારે છે. તે પાંચમા આરાના અંત સુધી રહેશે. બાકીના ત્રણ ચારિત્રોનો વિચ્છેદ થયો છે.
બકુશ અને કુશીલ ચારિત્ર એટલે કાબરચીતરું ચારિત્ર. અનેક અતિચારોથી મલિન બનતું ચારિત્ર. છતાં આ સાચું ચારિત્ર છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણાનું ચારિત્ર છે. આવું ચારિત્ર જીવનારો સાચો સાધુ ગણાય. હા, તેણે પોતાના જીવનમાં લાગતાં અતિચારોનું પ્રાયશ્ચિત્ત કરતા રહેવું જોઇએ.
જે દોષો સેવે જ નહિ તે ભગવાન કહેવાય. આપણે ભગવાન નથી. દોષો તો સેવાતા રહેશે. જે સાધુ કે સાધ્વી પોતાના જીવનમાં સેવાતા દોષોનું શુદ્ધમાં શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરતા હોય તે સાચા સાધુ-સાધ્વી કહેવાય. શુદ્ધિ કરવાથી ચારિત્ર ટકે, પણ ચાલ્યું ન જાય.
શાસ્ત્રોમાં દસ પ્રકારના પ્રાયશ્ચિત્તો બતાડયા છે. પ્રાયશ્ચિત્તો તો દોષોની શુદ્ધિ માટે જ હોય ને? સાધુના જીવનમાં પણ તેવા મોટા ગંભીર દોષોની સંભાવના હશે ત્યારે જ તેવા મોટા ગંભીર પ્રાયશ્ચિત્તો શાસ્ત્રોમાં બતાડ્યા હશે ને? દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં છેલ્લા ચાર પ્રાયશ્ચિત્તો તો માત્ર સાધુઓને જ આવે. ગૃહસ્થોને નહિ. આ પ્રાયશ્ચિત્તો વહન કર્યા પછી તે સાચો સાધુ જ ગણાય. તેના પ્રત્યે દુભવ ન કરાય.
(૧)પોતાની ભૂલની રજૂઆત કરવી તે આલોચના પ્રાયશ્ચિત્ત. (૨)ગુરુના આસનને ભૂલથી પગ અડી ગયો, વગેરેમાં મિચ્છા મિ દુક્કડમ્ કહેવું તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત. (૩)ગુરુની પાસે ભૂલની કબૂલાત કરવા પૂર્વક મિચ્છા મિ દુક્કડમ્ કહેવું તે ઉભય(આલોચના...તિક્રમણ) પ્રાયશ્ચિત્ત. (૪)દોષિત ગોચરી વહોરવી જ નહિ. ભૂલમાં વહોરાઇ ગયા પછી ખબર પડતાં તેનો ત્યાગ કરવો, પરઠવી દેવી તે વિવેક પ્રાયશ્ચિત્ત. (૫)પ્રતિક્રમણમાં બે લોગસ્સનો, એક લોગસ્સનો, સવારે કુસુમિણ કુસુમિણનો ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવો તે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. (૬)મોટા દોષો સેવાતા એકાસણું, ઉપવાસ વગેરે પ્રાયશ્ચિત્ત આવે તે તપ પ્રાયશ્ચિત્ત. ગૃહસ્થોને આ છ પ્રકારના જ પ્રાયશ્ચિત્ત આવે પણ હવે પછીના ચાર પ્રાયશ્ચિત્ત ન આવે.
(૯) છેદ પ્રાયશ્ચિત્ત: પગ સડી જઇને ધીમે ધીમે આખા શરીરને ખતમ કરે તેમ હોય તો શરીર બચાવવા પોતાનો પગ કપાવી દેવો પડે તેમ ભયાનક દોષ સેવાઇ જવાના કારણે સમગ્ર સંયમ જીવનને બગડતું અટકાવી દેવા માટે અમુક તત્વઝરણું
૧૩૮