________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ ૧૦ બુધવાર. તા. ૦૨-૧૦-૦૨
નિગોદના જીવોની સ્વકાયસ્થિતિ અનંતકાળ છે એટલે કે નિગોદના જીવો મરીને ફરી-ફરી નિગોદમાં અનંતકાળ સુધી ઉત્પન્ન થઇ શકે. નિગોદમાંથી બીજા ભવોમાં ન જાય.
નરકમાં જનારો ૩૩ સાગરોપમે પણ બહાર નીકળે. નરકનો જીવ મરીને ફરી તરતના ભવમાં નરકમાં ન જાય. નરકમાંથી છૂટકારો જલ્દી છે પણ નિગોદમાંથી છૂટકારો જલ્દી નથી. આ અપેક્ષાએ નિગોદ તો નરક કરતાંય ભયંકર ગણાય. અત્યારે બીજી નરકથી નીચે ન જવાય તે સાચી વાત, પણ અત્યારે નિગોદમાં તો જવાય જ છે. ત્યાં પહોંચ્યા પછી માનવ ક્યારે બનાશે? નિગોદના જીવોમાં રહેલો અવિરતિ નામનો દોષ તેને અનંતકાળ ત્યાં જન્મમરણ કરાવે છે.
રસ નામનો લેખ હીરો
સંપૂર્ણપણે અવિરતિ તો સંયમજીવન સ્વીકારીએ ત્યારે દૂર થાય કારણકે શ્રાવકજીવનમાં ય અનુમોદનાનું પાપ તો ખુલ્લું છે. અગ્યારમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સાધુ જેવો ગણાય પણ સાધુ ન ગણાય. અવિરતિ હજુ ચાલુ છે. ઊંચી કક્ષાનો શ્રાવક સાવધવર્જન,ઉદ્દિષ્ટવર્જન,વગેરે કરે તો ય સંવાસાનુંમતિનો દોષ તેનો ઊભો રહે છે. તે તો સંયમજીવન સ્વીકાર્યા પછી જ દૂર થાય.
સમ્યક્ત્વ આવતાં મિથ્યાત્વનું પ્રવેશદ્વાર બંધ થાય. સંયમ સ્વીકારતા અવિરતિ દૂર થાય. પણ કષાય અને યોગ ચાલુ રહે. અનંતાનુબંધી કષાયનો ઉદય દૂર થાય ત્યારે સમ્યક્ત્વ મળે. અપ્રત્યાખ્યાનીય કષાયો દૂર થાય ત્યારે દેશવિરતિ આવે. પ્રત્યાખ્યાનીય કષાયો દૂર થાય ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય અને સંજ્વલન કષાયનો ઉદય દૂર થાય ત્યારે યથાખ્યાત ચારિત્ર મળે.
સંજ્વલન કષાયોનો ઉદચ ચારિત્રને મલિન કરે, અતિચાર લગાડે પણ ચારિત્રનો ભંગ ન થવા દે. સંયમજીવનમાં પણ સંજ્વલન કક્ષાના કષાયો હોય, છતાં સંયમજીવન ચાલ્યું ન જાય. કષાયોનો ઉદય થાય તો તેને અપ્રશસ્ત ન બનવા દેવા, પણ પ્રશસ્તમાં બદલવાનો પ્રયત્ન કરવો. અભિમાનને ધર્મના ગૌરવમાં-ખૂમારીમાં ફેરવવું.
પોતાની મા ને મા કહેવી તે માનું ગૌરવ છે. બીજાની મા ને ડાકણ ન કહેવાય. માસી કહેવાય. તેમ પોતાના ધર્મની ખુમારી હોવી તે ગૌરવ રુપ છે. હોવી જ જોઇએ પણ બીજાના ધર્મને તિરસ્કારાય નહિ. જો તિરસ્કારો તો ધર્મનું ગૌરવ છે એમ ન કહેવાય પણ ઝનૂન છે, એમ કહેવાય. ધર્મનું ગૌરવ સારું, પણ ધર્મનું ઝનૂન ખરાબ.
વિષ્ણુકુમાર મુનિનો ક્રોધ પ્રશસ્ત હતો. નમુચિમંત્રીએ સાધુઓને
તત્વઝરણું
૧૩૬