________________
લાવવી; અને પાંચમા વ્રતમાં પરિગ્રહની લીમીટ નક્કી કરવી. આ પાંચ અણુવ્રતો ગણાય. સાધુઓને આ પાંચ વ્રતો સંપૂર્ણ હોય, માટે મહાવત ગણાય. - પાંચ મહાવ્રતો સ્વીકારીને દીક્ષા જીવન જીવવાથી અવિરતિનો દરવાજો બંધ થયો પણ કષાય અને યોગ નામના કર્મોને આવવાના બે દરવાજા હજુ ખુલ્લા છે. સાધુને પણ કષાયો હોય.
કષાયો બે પ્રકારના છે. (૧) અપ્રશસ્ત (ખરાબ) અને (૨)પ્રશસ્ત (સારા). અપ્રશસ્તને પ્રશસ્તમાં ટ્રાન્સફર કરવા. વ્યક્તિ ઉપર ક્રોધ નહિ કરવાનો, પણ વ્યક્તિમાં રહેલાં દોષો ઉપર ક્રોધ કરવો. પોતાનામાં રહેલાં દોષો જોઇને, તે દોષો પ્રત્યે તિરસ્કાર કરવો. અહંકારને મારા ભગવાન, મારા ગુરુ, મારા ધર્મના ગૌરવમાં-ખુમારીમાં ટ્રાન્સફર કરવો. | માયા ખરાબ છે, મૃષાવાદ (૭) પણ ખરાબ છે. પણ માયા સહિતનો મૃષાવાદ તો વધારે ભયાનક છે. તેથી અઢાર પાપસ્થાનકમાં બંને પાપને જુદા જણાવ્યા પછી પાછા ભેગા સત્તરમા પાપ તરીકે પણ જણાવ્યા.
ક્રોધ-માન-માયા નવમા ગુણઠાણે જાય. લોભ તો ઠેઠ દસમા ગુણઠાણે જાય. વાસનાને પેદા કરતો વેદ પણ નવમે ગુણઠાણે જાય. | હાલ ભરતક્ષેત્રમાં વધુમાં વધુ સાતમાં ગુણઠાણા સુધીનો વિકાસ થઇ શકે. તેને સાચો સાધુ જ કહેવાય. તેને પણ સૂક્ષ્મ કષાય-કામવાસનાદિ હોઇ શકે. તેથી કોઇમાં તેવું દેખાય તેટલા માત્રથી તિરસ્કાર કે ધિક્કાર ન કરવો. આ પાના લીસા છે. આ ચિત્ર સરસ છે. આ સંગીત મજાનું છે, સંથારો સુંદર પથરાયો છે. મુહપત્તિ ખૂબ સુકોમળ છે વગેરે વિચારધારા પણ ચોથા વ્રતના અતિક્રમાદિ દોષ રુપ છે.
અતિક્રમ એટલે દોષ સેવનની ઇચ્છા. વ્યતિક્રમ એટલે ઇચ્છાપૂર્તિનો સામાન્ય પ્રયત્ન. અતિચાર એટલે તે માટેનો ઘણો પ્રયત્ન. અનાચાર એટલે. ઇચ્છાની પૂર્તિ કરવા દ્વારા વ્રતનો ભંગ. | કષાય નામનું કર્મોનું પ્રવેશદ્વાર દશમા ગુણઠાણા સુધી ખુલ્લું રહે છે. માટે કોઇ સાધુ-સાધ્વીજીમાં સામાન્ય કષાયાદિને જોઇને ભડકો નહિ. નવમા-દશમાં ગુણઠાણા સુધી પણ વાસના અને કષાયોના સૂક્ષ્મ સૂક્ષ્મ દોષો આત્માને સતાવે છે, છતાં તેમનું સાચું સાધુપણું જતું રહેતું નથી. માટે સૂક્ષ્મદોષોને નજરમાં લાવીને દીક્ષા લેતાં અટકવું નહિ. તેવા સંયમીને તિરસ્કારવા નહિ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્
તત્વઝરણું
૧૩૫