________________
'સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : પ મંગળવાર, તા. ૧૩-૮-૦૨
ભવ્ય આત્માનું લક્ષણ કોમળતા છે. તે ક્રૂર-કઠોર-નઠોર ન બની શકે. દુઃખીઓને જોઇને તેને આંસુ આવે. અભવ્ય આત્મા નિષ્ફર હોય. કપિલાકાલસૌરિકની વાત કરી. હવે બે પાલકની વાત કરીએ. તેમાં પહેલો પાલક શ્રીકૃષ્ણ મહારાજાનો પુત્ર હતો. શાંબ અને પાલકને શ્રીકૃષ્ણે કહ્યું કે, “કાલે સવારે તમારા બેમાંથી જે સૌ પ્રથમ નેમીનાથ ભગવાનને વંદન કરશે તેને હું મારો શ્રેષ્ઠ અશ્વ ભેટ આપીશ.”
| વહેલી સવારે અંધારામાં જ પાલકે દોડતા જઇને ભગવાનને વંદના કરી, જયારે શાંબે વિચાર્યું, ‘આટલા અંધારામાં ન જવાય. કેટલા બધા જીવોનો કચ્ચરઘાણ બોલાય. દોડતાં-દોડતાં જવામાં જીવોની હિંસા થાય. જયણા ન પળાય.' તેણે પોતાના સ્થાને બેઠાં બેઠાં ભાવથી વંદના કરી.
કૃષ્ણ નેમીનાથ ભગવાનને પૂછ્યું, “ભગવાન ! આપને પહેલી વંદના કોણે કરી ? ભગવાને કહ્યું, “શાંબે-તેની ભાવવંદના હતી. પાલકની દ્રવ્યવંદના હતી.” a જયણા તો શ્રાવકજીવનનો પ્રાણ છે. જયણા એટલે કોઇપણ દોષ સેવવો જ પડે તો ઓછામાં ઓછો કેવી રીતે સેવાય તેની કાળજી.
| છોકરાને પ્રેમથી સમજાવવાથી કામ થતું હોય છતાં આંખ લાલ કરીએ તો જયણા ન કહેવાય. સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પળાય તો મહીનામાં ૨૯,૨૮, ૨૦ દિવસ બ્રહ્મચર્ય પાળવું તે જયણા છે. જૂઠ બોલવાના પ્રસંગમાં મન રાખવું તે જયણા. જો ઇશારાથી કામ પતે તો જૂઠ બોલવું નહિ, એક શબ્દથી પતે તો એક જૂઠું વાકય ન બોલવું તે પણ જયણા છે.
જે પાપને માને, જેને પાપ ખટકે, જે પાપને અટકાવવા ઝંખે તે જ આવી જયણા સેવી શકે. તમામ પ્રકારના પાપોમાં જયણા જોઇએ. સામાયિકમાં પૈસાવાળા કવરને પણ અડાય નહિ. લાઇટની પ્રજાનો પણ ઉપયોગ ન કરવો. ચોરી ન જ કરવી પણ પાસ થવા માટે કરવી પડી તો ૩૫ માર્ક આવે તેટલી જ ચોરી કરી પણ વધારે નહિ, કારણ કે પાપથી શકયતઃ બચવાની વૃત્તિ હતી. તો તે જ તેની જયણા કહેવાય. કુંજીદેવીએ શાંતનુને જિનદાસ શેઠનો હાર ચોરવાની વાત કરી તેમાંય જયણા હતી. જયાં જયાં જયણા છે. ત્યાં ત્યાં આત્મામાં પાપ ન સેવવાની, ના છૂટકે પાપ સેવતી વખતે ઓછામાં ઓછું સેવવાની વૃત્તિ છે. આ પરિણતિ તો વૃત્તિ કરતાં ય ચડિયાતી છે. પાપ બંધાશે પણ ચીકણું નહિ બંધાય. તત્વઝરણું
| ૪૬.