________________
ગંગાનદી પસાર કરતાં અર્ણિકાપુત્ર આચાર્યને દેવીએ ત્રિશુળમાં વીંધ્યા ત્યારે લોહીના ટીપાં નદીના પાણીમાં પડવા લાગ્યા. તેઓને કરુણાના આંસુ આવ્યા, “અરે ! મરતાં મરતાં પણ હું કેટલા બધા જીવોને મારી રહ્યો છું.” લોહીના ગરમ ટીપાં ઠંડા કાચાપાણીને અડતાં પાણીના જીવોની જે હિંસા થતી હતી તે તેમનાથી સહન ન થઇ. તેમના આ કરુણાના આંસુએ તેમને મોક્ષ આપી દીધો.
, પાણી જરુર પૂરતું ગરમ કરાય. પહેલાં ઘણું ગરમ કરો તેમાં તેઉકાયની હિંસા થાય, ‘પછી તેને ઠંડુ કરવા તેમાં નવું ઠંડુ પાણી ઉમેરો એટલે નવા. ઠંડાપાણીના જીવોની હિંસા થાય.” તત્ત્વજ્ઞાન જાણ્યા પછી હવે આ બધી વિરાધનાઓથી અટકવાનું લક્ષ પેદા કરવું ન જોઇએ ? તે માટે સક્રિય પ્રયત્ન ના કરીએ તો કેમ ચાલે ? તો તત્ત્વજ્ઞાનનો જે અભ્યાસ કર્યો, સાંભળ્યું-જાણ્યું. તે પચ્યું કે નહિ? તેની પરીક્ષા આપણા વ્યવહારો-વચનો તથા વિચારોના આધારે થાય. આપણે આ પરીક્ષામાં પાસ થઇશું કે નાપાસ? આપણે કેટલું જાણ્યું તે મહત્ત્વનું નથી, કેટલું પચાવ્યું? આત્મામાં કેટલું પરિણામ પામ્યું? તે મહત્ત્વનું છે. ખાવાથી શક્તિ ના આવે. પણ પચાવવાથી શક્તિ આવે, તે કદી ન ભૂલવું.
ધોધમાર વરસાદ વરસે તો પુષ્કળ ધાન્ય ઉગે. જિનવાણીનો વરસાદ વરસે તો ગુણો કેમ ન પ્રગટે? ધોધમાર વરસાદમાં ચ છત્રી ઓઢીને ઉભો રહે તે ન પલડે. તમે નિષ્ફરતાની છત્રી ઓઢીને તો નથી આવતા ને? ગુણો ન પ્રગટે તો ન ચાલે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. શું તમને જૈનશાસનના તત્ત્વજ્ઞાનને જાણવાનો રસ છે? શું તમે
તમારી પરિણતિ સુધારવા ઇચ્છો છો?
‘ઘેર ઘેઠાં તcવજ્ઞાન'
|
માસિક દર મહીને ઘેર બેઠાં મેળવો. આજીવન લવાજમ - રૂા.૧,૦૦૦/- ત્રિ-વાર્ષિક - રૂા.૨૦૦/
સંપર્ક : વર્ધમાન સંસ્કાર ધામ, ભવાની કૃપા બિલ્ડીંગ,
ગિરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ.
તત્વઝરણું
૪૫.