________________ પેટા ભેદો સાથે છે, પણ પાંચમા વગેરે ગુણઠાણાનો સંબંધ રાત્રિ મોહનીય કર્મ સાથે છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયે પહેલું મિથ્યાત્વ ગુણઠાણું હોય. મિશ્ર મોહનીય કર્મના ઉદયે ત્રીજું મિશ્રગુણઠાણું હોય. સમકિત મોહનીય કર્મના ઉદયે ક્ષારોપથમિક સમકિતવાળું ચોથું ગુણઠાણું આવે. ત્રણે દર્શન મોહનીસકર્મો શાંત હોય ત્યારે ઉપશમ સમકિતવાળું ચોથું ગુણઠાણું આવે. જો ત્રણે દર્શન મોહનીય કર્મો નાશ પામે તો ક્ષાચિક સમકિતવાળું ચોથું ગુણઠાણું આવે ઉપશમ સમકિતથી પડીને પહેલા ગુણઠાણે જતાં બીજું ગુણઠાણું આવે. તે વખતે આ ત્રણે દર્શન મોહનીય કર્મો શાંત પડેલા હોય. આમ 1 થી 4 ગુણઠાણાનો સંબંધ ત્રણ દર્શન મોહનીય કર્મોની સાથે ગોઠવાયેલો છે. ચારિત્ર મોહનીય કર્મના 25 પેટાભેદો છે. 16 કષાય મોહનીય અને 9 નોકષાય મોહનીય. ક્રોધ-માન-માયા-લોભ, આ ચાર કષાયો છે. તે અતિશય તીવ્ર કક્ષાના હોય ત્યારે તે ચાર અનંતાનુબંધી કષાયો કહેવાય. ઓછા તીવ્ર હોય તો તે ચાર અપ્રત્યાખ્યાનીય કષાયો કહેવાય. જ્યારે તે ચાર મંદ કક્ષાના હોય ત્યારે તે ચાર પ્રત્યાખ્યાનીય કષાયો કહેવાય અને જ્યારે તે અતિશય મંદ થાય ત્યારે તે ચાર સંજવલન કષાયો કહેવાય. . અનંતાનુબંધી ચાર કષાયો શાંત પડે કે નાશ પામે ત્યારે ચોથું ગુણઠાણું આવે. અપ્રત્યાખ્યાનીય કષાયો શાંત થાય ત્યારે પાંચમું ગુણઠાણું આવે. પ્રત્યાખ્યાનીય કષાયો જ્યારે શાંત થાય ત્યારે છવું ગુણઠાણું આવે. સંજવલના કષાયોની હાજરીમાં 6, 7, 8, 9, 10 ગુણઠાણા પણ આવે. જ્યારે સંજવલના કષાયો શાંત પડે કે નાશ પામે ત્યારે 11-12-13-14 ગુણઠાણા આવે. આમ, ચારિત્ર મોહનીય કર્મ નબળું પડતું જાય, કષાયો મંદ મંદ થતાં જાય તેમ તેમ ઉપર-ઉપરના ગુણઠાણાની પ્રાપ્તિ થવા રુપ આત્માનો વિકાસ થાય. હવે આપણું લક્ષ કષાયોને નબળા પાડવા કે, નાશ કરવા તરફ જવું જોઇએ. પાંચ તિથી લીલોતરીનો ત્યાગ કરવો જેમ જરુરી છે, તેમ પાંચ તિથિ ક્રોધાદિનો ત્યાગ પણ અતિ આવશ્યક છે. ટી.વી. વગેરે જોવાનું બંધ કરવું, ધંધા વગેરેમાં અનીતિ બંધ કરવી, ખાવા-પીવાની આસક્તિ છોડવી પણ ખૂબ જરુરી છે, તે ન ભૂલવું. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. stes lo તત્વઝરણું - 188