________________
સાંભળીને અહોભાવ જાગે, સમર્પિત થવાનું મન થાય, જૈનશાસન સામે બાકીનું બધું નબળું જણાય, પુષ્કળ શ્રદ્ધા પેદા થાય તો તરત ચોથે ગુણઠાણે પહોંચી
જવાય.
અનાદિકાળથી આત્મામાં જામ થઈ ગયેલી રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ છૂટી જાય એટલે પ્રથમવાર સમકિત પમાય. હવે અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી વધારે સંસાર ભમવાનો નહિ. આત્મા અર્ધચરમાવર્તમાં પ્રવેશી ગયો ગણાય.
આ ચૌદ ગુણસ્થાનકનો ચૌદ સ્વપ્નો સાથેનો સંબંધ વિચારી શકાય. પહેલું સ્વપ્ન હાથીનું. હાથી દેરાસરની બહાર હોય. પહેલા ગુણઠાણાવાળો જીવ જૈનશાસન રુપી મંદિરની બહાર હોય. જૈન શાસનમાં તેનો પ્રવેશ નહિ. બીજું સ્વપ્ન બળદ. બળદ ખાધા કરે. પછી ઝાડ નીચે બેસીને પાછું મોઢામાં લાવીને વાગોળે. ખાધેલાને પાછું મોઢામાં લાવીને તેનો સ્વાદ માણે. બીજું ગુણઠાણું સાસ્વાદન. તેમાં પૂર્વે મેળવેલા સમકિતની વોમીટ થાય. સમકિતનો આસ્વાદ માણવાનો.
બધું ખા શા
ત્રીજું સ્વપ્ન સિંહ. તેની સામે ગમે તેટલું ઘાસ ધરો, તેને તેમાં રુચી પણ ન હોય કે અરુચી પણ ન હોય. ત્રીજા મિશ્રગુણઠાણાને પામેલા આત્માને પણ જૈનધર્મ પ્રત્યે સંચી કે અરુચી ન હોય.
ચોથું સ્વપ્ન લક્ષ્મીજી સમૃદ્ધિ. ચોથું ગુણઠાણું આવે એટલે ગુણોની સમૃદ્ધિ પ્રાપ્ત થાય. આ ચોથું ગુણઠાણું પામવા દર્શન મોહનીયકર્મના ત્રણ ભેદોમાં ઘણી ઉથલપાથલ કરવી પડે. મિથ્યાત્વ મોહનીય કર્મને શાંત કે ખતમ કરવું પડે.
દેવ-ગુરુની આશાતના કરવાથી, ચતુર્વિધ સંઘની નિંદા કરવાથી, કુદેવકુગુરુ-કુધર્મ પ્રત્યેનું આકર્ષણ પેદા કરવાથી, પરમાત્માના વચનનો વિરોધ કરવાથી, ઉત્સૂત્ર વચન બોલવાથી મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાય છે. આ મિથ્યાત્વ મોહનીય કર્મ નબળું પડે. એક કોડાકોડી સાગરોપમથી ઓછું સત્તામાં રહે, ત્યારે રાગ-દ્વેષની ગાંઠ પાસે પહોંચાય. તે ગાંઠ જ્યારે ભેદીએ ત્યારે ચોથું ગુણઠાણું અને સમકિત પમાય.
મોહનીય કર્મની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમની થાય ત્યારે જ નવકારનો 'ન' કે કરેમિભંતેનો 'ક' સાંભળી, બોલી, લખી કે વાંચી શકીએ. તે સમયે જે નવું મોહનીય કર્મ બંધાતું હોય તે પણ અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે ન બંધાય.
દર્શન મોહનીય કર્મ નાશ પામે કે નબળું પડે ત્યારે સમકિત પમાય. ચોથું ગુણઠાણું આવે. આમ, ૧ થી ૪ ગુણઠાણાનો સંબંધ દર્શન મોહનીય કર્મના ત્રણે
તત્વઝરણું
૧૮૭