________________
સંવત ૨૦૫૮ આસો વદ - ૧ મંગળવાર, તા. ૨૨-૧૦-૦૨
જે આત્મા શરમાવર્તકાળમાં આવે તેનો મોક્ષ અવશ્ય થાય જ. ૧સી માં આવ્યો એટલે હવે એક પુદગલ પરાવર્તકાળથી વધારે સંસારમાં રખડશે નહિ. ૧ડી માં આવ્યો એટલે હવે વારંવાર કષાયો-ભયંકર વિરાધનાઓ નહિ કરે. ૧ઈ માં ગયા પછી ચોથે ત્યારે જ જવાય કે જ્યારે અનંતાનુબંધી કષાયોને શાંત કરાય કે ખતમ કરાય. પછીના ઉપર-ઉપરના ગુણઠાણા પણ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે કષાયો નબળા પડે, આમ, આપણે મોક્ષે જવા માટે કષાયોને કંટ્રોલમાં લેવાની સાધના કરવાની છે. કષાયોને મંદ પાડવાના છે. કષાયોનું આધિપત્ય ન ચાલે. કષાયો આપણા માલિક ન બનવા જોઈએ પણ આપણે કષાયોના માલિક બનવાનું છે. જ્યારે ઈચ્છીએ ત્યારે તેને રોકી શકીએ, એ સ્થિતી નિર્માણ થવી જોઈએ. સાચું બોલો, કષાયો આપણા બોસ છે કે આપણે કષાયોના? | અધ્યાત્મ એટલે શું? સામાયિક, પ્રતિક્રમણ, પૂજા વગેરે કરવું તેનું નામ અધ્યાત્મ, એમ નહિ. યશોવિજયજી મહારાજ કહે છે કે જે આત્મા ઉપરથી મોહનીયકર્મનો અધિકાર ઊઠી ગયો હોય તેની તમામ શુદ્ધ ક્રિચાઓ આધ્યાત્મિક કહેવાય. આવી આધ્યાત્મિક ક્રિયાઓ અપુનર્વધક અવસ્થા આવ્યા પછી પ્રાપ્ત થાય. ચૌદમા ગુણઠાણા સુધી રહે.
મોહનીસકર્મના ડેરાતંબૂ ઊઠવા લાગે એટલે આત્માનો ઉદ્ધાર શરુ થાય. અપુનર્વધક અવસ્થા (૧ડી)થી સાચાધર્મની શરૂઆત થાય. માટે તેને આદિધાર્મિક અવસ્થા કહે છે.
ક્રોધ વગેરે કષાયો સમાધિને ખતમ કરે છે. સમાધિ તો જિનશાસનનો સાર છે. અસમાધિ થાય તેવું કોઈ વર્તન-વ્યવહાર ન કરાય. તેમાં ચ સકલ સંઘની સમાધિ જોખમમાં મૂકાય તેવું વર્તન કરનાર તો વધારે ગુનેગાર ગણાય. યશોવિજયજી મહારાજ વૈરાગ્ય કલ્પતાગ્રંથમાં જણાવે છે કે ઘણા શિષ્યોના સમૂહથી યુક્ત હોય, બહુશ્રુત હોય, અનેકોને માન્ય હોય તે સમાધિમાર્ગથી પ્રતિકૂળ વર્તન કરે તો શાસનનો શત્રુ થયો ગણાય. સંમતિતર્ક ગ્રંથમાં પણ આવી વાત જણાવી છે. સમાધિનું મહત્ત્વ આ બધા શ્લોકોથી સમજાય છે. નક્કી કરીએ કે બધાને સમાધિ આપીશું. કોઈને અસમાધિ થાય તેવું વર્તન કદી નહિ કરીએ. તે માટે નાની નાની બાબતોમાં લેટ ગો કરીશું પણ કષાયોને આધીન નહિ થઈએ. મોટી વાતમાં પણ કષાયો ન કરતાં ભગવાનની ઉપર બધું છોડી દઈશું. | ૧ઈ માંથી સીધા ચોથા ગુણઠાણે જવાય. પરમાત્માના શાસનના પદાર્થો
તત્વઝરણું
" સુધાઓ અને શુદ્ધ ઉપરથી
૧૮૭