________________
ત્રીજા ગુણઠાણે થઈને પહેલા ગુણઠાણે પણ જઈ શકે.
ઉપશમ સમકિત તો અંતર્મુહર્ત જ ટકે. ત્યારપછી જે તેને સમકિત મોહનીયનો ઉદય થાય તો તે ક્ષાયોપથમિક સમકિતી બને; પણ જે તેને મિશ્ર મોહનીય કર્મનો ઉદય થાય તો તે ત્રીજા મિશ્રગુણઠાણે જાય. પણ જે તેને મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થવાનો હોય તો તરત ન થાય તે પહેલાં સમકિતની વોમીટ થાય.
પરમાત્માના દર્શનમાં લીન બનેલો જીવ સમકિત પામ્યો. ખૂબ ઉલ્લાસ છે. પ્રભુ ભક્તિમાં ગાંડો છે. પણ અચાનક કોઈ સ્ત્રી તરફ નજર ગઈ. તે તેનામાં આસત બન્યો. આ આસક્તિ સમકિતની વોમીટ કરાવે. અથવા અચાનક પાછળથી ધક્કો આવ્યો. પાછળવાળા ઉપર ગુસ્સો આવ્યો. તરત સમકિતની વોમીટ થઇ.
સમકિતની વોમીટ કરાવવા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારમાંથી કોઈને કોઈ કષાયનો ઉદય થાય. આ કષાયો મિથ્યાત્વની પાઈલોટકાર છે. તે સમકિતની વોમીટ કરાવીને આત્માને મિથ્યાત્વે પહોંચાડ્યા વિના ન રહે. દૂધપાક ખાધા પછી વોમીટ થાય તો તે વોમીટ વખતે દૂધપાકનો થોડોક તો સ્વાદ આવે ને? તેમ સમકિતની વોમીટ થતાં, થોડીવાર સમકિતનો પણ સ્વાદ આવે. તે વખતે આત્મા સ્વાદ સહિતની અવસ્થા અનુભવે. તેને સારવાદન(સ= સહિત, આસ્વાદન =રવાદ)ગુણઠાણું કહેવાય. તે બીજું ગુણઠાણું છે. વોમીટનો સ્વાદ વધુ સમય ન રહે; તેમ આ સારવાદન ગુણઠાણું વધારે કાળા ન રહે. તે ૧ સમયથી છ આવલિકા સુધી જ રહે. તેથી વધારે નહિ. તેટલો કાળ પસાર થયા પછી તે આત્મા તરત પહેલે ગુણઠાણે જાય. 8 આમ, ઉપશમ સમકિતથી પડીને પહેલે ગુણઠાણે જતાં આ બીજું સારવાદન ગુણઠાણું આવે; પણ પહેલેથી ચોથે ગુણઠાણે જતાં આ બીજું ગુણઠાણું ન આવે. દૂધપાક ખાય તેને દૂધપાકના સ્વાદવાળી વોમીટ થાય. દૂધપાક ખાય નહિ, તેને દૂધપાકના સ્વાદવાળી વોમીટ કેવી રીતે થાય? તેમ જે આત્મા સમકિત પામ્યો હોય તેને સમકિતના સ્વાદવાળી વોમીટ થાય. જે ચોથે પહોંચ્યો હોય તેને પહેલે ગુણઠાણે જતાં વોમીટ થવા રુપ બીજું ગુણઠાણું આવે. પણ જેણે દૂધપાક પીધો જ ન હોય તેને જેમ તેના સ્વાદવાળી વોમીટ ન થાય તેમ છે સમકિત પામ્યો નથી તેને સમકિતના સ્વાદવાળું બીજું ગુણઠાણું ન આવે. પહેલે ગુણઠાણે રહેલો આત્મા મિથ્યાત્વી છે, સમકિતી નથી, માટે તેને સમકિતના રવાદવાળું સારવાદન ગુણઠાણું ન આવે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
I ૧૮૫