________________
ક્ષપકશ્રેણી માંડી ૬-૭-૮-૯-૧૦ થઈને ૧૨-૧૩-૧૪ થઈ સીધા મોક્ષે જલદી પહોંચી ગયા; પણ તેઓ ચોથે ગુણઠાણે તો પહોંચ્યા જ. | ચોથા ગુણઠાણે પહોંચતા અટકાવવાનું કામ એક ગાંઠ કરે છે. તે ગાંઠ ભેદીએ ત્યારે જ પ્રથમવાર સમકિત પમાય. કપડામાં ગાંઠ હોય તો પહેરવા કામ ન લાગે. રૂમાલમાં ગાંઠ હોય તો તે મરચા-લીંબુ વગેરે ભરવા કામ ન લાગે તેમ આત્મામાં જ્યાં સુધી ગાંઠ હોય ત્યાં સુધી તે સમકિત પામવા યોગ્ય ન બને. આ ગાંઠ છોડ્યા પછી જ તે સમકિત પામે. આત્મામાં રહેલો તીવ્ર રાગ તે ગાંઠ છે. આ ગાંઠ દૂર કર્યા પછી જ આપણે ચોથા ગુણઠાણે પહોંચી શકીએ. પ્રથમવાર ઉપશમ સમકિત પામીએ. તે વખતનો આનંદ અવર્ણનીય હોય. અંતર્મુહૂર્તથી વધારે તે ન ટકે.
દુશ્મનના ઘરે રહીએ તો ગમે ત્યારે મોત છે. ત્યાં તો કેવી રીતે રહેવાય? રહેવા કોઈ સ્થાન ન હોય તો મિત્રે બે-ચાર મહીના રહેવા મકાન આપ્યું હોય તેમાં રહેવા જઈએ. દુશ્મનના મકાનમાંથી ત્યાં પહોંચતા કેવો આનંદ હોય? મિથ્યાત્વ એટલે દુશ્મનનું ઘર. ત્યાંથી ઉપશમ સમકિત મળે ત્યારે આનંદ વિશિષ્ટ હોય; પણ ત્યાં વધારે સમય ન રહી શકાય. છોડી દેવું પડે.
ડાહ્યો માણસ તે સમય દરમ્યાન અન્ય વ્યવસ્થા કર્યા વિના ન રહે. છેવટે કાકા-મામાના ઘરે રહેવા જાય; પણ ત્યાંય કાયમ રહેવાની મજા આવે? એડજસ્ટમેન્ટ કરવું પડે. બધાના સમય સાચવવા પડે. ટેન્શનમાં રહેવું પડે. ડાહો માણસ કાકા-મામાના ઘરે કાયમ ન રહે. પોતાનું ઘરનું ઘર થાય તેવા પ્રયત્નો કર્યા વિના ન રહે ત્યાં કાચમ શાંતિથી જીવી તો શકાય. કાgિns 0 ઉપશમ સમકિતનું અંતર્મુહૂર્ત પૂર્ણ થતાં, જો સમકિત મોહનીય કર્મનો ઉદય થાય તો ક્ષાયોપથમિક સમકિત આવે. તે કાકા-મામાના ઘર જેવું છે. શાંતિ નહિ. પરમાત્માના વચનોમાં જાતજાતની શંકાઓ થયા કરે. સાધિક ૬૬ સાગરોપમથી વધારે ન ટકે. બારમા અય્યત દેવલોકમાં ઉપરા ઉપરી વધુમાં વધુ ત્રણવાર જઈ શકાય. ત્યાં ૩૩ x ૨ = ૬ સાગરોપમ પસાર થાય. વચ્ચેના માનવભવોનો થોડો ટાઈમ તેમાં ઉમેરવો. તેટલો કાળ આ ક્ષાયોપથમિક સમકિત ટકે અથવા બે વાર અનુત્તરવિમાનમાં દેવ બને તો ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોવાથી ૩૩ x ૨૪૬૬ સાગરોપમ પસાર થાય. વચ્ચેના માનવભવોનો કાળ ઉમેરતા સાધિક 6 સાગરોપમ સુધી આ ક્ષાયોપથમિક સમકિત ટકે.
ત્યારપછી તે આત્મા જે સત્ત્વશાળી હોય તો ત્રણે દર્શનમોહનીય કર્મોને ખતમ કરીને ક્ષાયિક સમકિત પામે. ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જાય. નહિ તો તત્વઝરણું
૧૮૪