________________
અરતિ પણ સુખની સ્થિતિમાં કોનીચકમને ,
'સંવત ૨૦૫૮ આસો સુદ - ૧૩(૨) શનિવાર. તા. ૧૯-૧૦-૦૨
આત્મિક વિકાસ સાધવા મોહનીસકર્મને કંટ્રોલમાં લેવું પડે. રતિ- અરતિ અટકાવવી. સુખની સ્થિતિમાં રતિઃ આનંદ ન માણવો. અને દુઃખની સ્થિતિમાં અરતિ પેદા ન કરવી. બધી સ્થિતિમાં સમભાવ કેળવવો.
૧લા ગુણઠાણેથી ઉપર જવા કે ઉપરના ગુણઠાણાથી નીચે જતાં વચ્ચે ચોથું ગુણઠાણું તો આવે જ. તે જંકશન છે. બીજું ગુણઠાણું પડતાં જ આવે પણ ચડતાં ન આવે. પહેલેથી સીધું ત્રીજે કે ચોથે જવાય પણ બીજે ન જવાય. ચોથેથી જેમ ત્રીજે થઈને પહેલે જવાય, તેમ ચોથેથી બીજે થઈને પણ પહેલે જવાય. ક્યારેક ચોથેથી સીધું પહેલે જવાય. પાંચમા કે તેથી ઉપરના ગુણઠાણે જવું હોય તો ચોથા ગુણઠાણાને સ્પર્શીને જ ઉપર જવાય, પણ તે વિના નહિ.
આ બધી આંતરિક સ્થિતિની અપેક્ષાએ વાત છે. આંતરિક સ્થિતિ આપણે નિર્મળ કરવાની છે. તે માટે બાહ્ય આરાધના-સાધનાની પણ જરૂર છે. જેટલી ક્રિયા વધારે કરીએ, આરાધના વધારે કરીએ તેટલી આંતરિક ભૂમિકા પણ ઊંચી થવાની શકયતા વધારે. તેથી બાહ્ય ક્રિયાધર્મને પણ જરા ય ગૌણ ન કરવો.
ભરત મહારાજા,પૃથ્વીચંદ્ર, ગુણસાગર, વગેરેને બાહ્ય દીક્ષાજીવન સ્વીકાર્યા. વિના કેવળજ્ઞાન થયું હતું, તેનો દાખલો લઈને આપણે બાહ્ય આરાધના છોડી દઈએ તો ન ચાલે. દીક્ષા લઈને મોક્ષે જવું તે રાજમાર્ગ છે. કોઈ રોડ છોડીને કાંટાળી કેડીએ આગળ વધ્યો, રસ્તામાં ઠોકર લાગી. પણ તે વખતે દસ હજાર સોનામહોરોનો ચરુ મળ્યો. તેને ફાયદો થયો. પણ એનો અર્થ એવો થોડો થાય કે બધાએ રોડ છોડીને કાંટાળી કેડીએ ચાલવાનું અને સામેથી ઠોકર ખાવાની? ના, એવો અર્થ કોઈ કરતું નથી. અરે કયારેક ઠોકર ખાશો તો ચરુ તો નહિ નીકળે, પણ એરુ (સાપ) નીકળશે ! એ રીતે કોઈને દીક્ષાજીવન વગેરે બાહ્ય સાધના વિના કેવળજ્ઞાન થયું. તેનાથી આપણને પણ બાહ્ય આરાધના-સાધના વિના કેવળજ્ઞાન થશે, એવું ન મનાય.
વ્યવહારથી બધા જૈનો ચોથા ગુણઠાણે કહેવાય. શ્રાવક-શ્રાવિકાઓ પાંચમા ગુણઠાણે ગણાય. આંતરિક ભૂમિકામાં નિશ્ચયનયથી તો આના કરતાં જુદી સ્થિતિ પણ હોય. પાપો પ્રત્યે તિરસ્કાર પેદા કરીએ, સંસાર પ્રત્યે અણગમો રાખીએ, ધર્મારાધના-સાધના કરવાનો, ઉલ્લાસ વધારીએ તો આપણે જલ્દી ઉપર, ઉપરના ગુણઠાણે આગળ વધીએ.
નિગોદથી મોક્ષ સુધીની આપણે યાત્રા શરુ કરી છે. કોઈ જલદી મોક્ષે પહોંચે તો કોઈ મોડા મોક્ષે પહોંચે. મરુદેવા માતા તો પહેલેથી ચોથે થઈ સીધા તત્વઝરણું
| ૧૮૩