________________
પદાર્થ જાણતાં, ખૂબ ભાવ ઉછળી જાય કે પાપો પ્રત્યે પશ્ચાત્તાપનો ભાવ ઉભરાય વગેરે કારણે એકાએક આ સમકિત પ્રાપ્ત થાય.
' ઉપશમ સમકિત પ્રાપ્ત થાય ત્યારે પણ આત્મા ચોથા ગુણઠાણે પહોંચ્યો કહેવાય. પણ આ સમકિત અંતર્મુહૂર્તથી વધારે ટકતું નથી. જો ત્યારપછી બે કર્મો શાંત રહે અને સમકિત મોહનીસકર્મનો ઉદય થાય તો તે આત્મા ક્ષાયોપથમિક સમકિત પામે. સમકિત મોહનીયકર્મના ઉદયથી આવેલું આ સમકિત છે, તેથી આત્માના ઘરનું નથી. કર્મની મહેરબાનીથી મળ્યું છે. જે બીજાની મહેરબાનીથી મળે તે ઘણો સમય ન ટકે. તે શાંતિથી અનુભવી ના શકાય. આ સમકિત ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત ટકે પણ ૬૬ સાધિક સાગરોપમથી વધારે ન ટકે. ત્યાં સુધીમાં મોક્ષે પહોંચીએ અથવા તો નીચે પડીએ એટલે કે ત્રીજા-પહેલા ગુણઠાણે જઇએ. આ સમકિત મલિન છે. ભગવાનના વચનમાં શંકા કરાવી શકે.
ત્રીજેથી ચોથા ગુણઠાણે, ચોથેથી ત્રીજા ગુણઠાણે, આ રીતે અનેકવાર અવરજવર ચાલે. ક્યારેક પહેલેથી ત્રીજે થઇને ચોથે તો ચોથેથી ત્રીજે થઇને પહેલે આવવા-જવાનું થાય. કયારેક ડાયરેટ પહેલેથી ચોથે તો ચોથેથી પહેલે પણ અવર-જવર ચાલે. આમ આ સમકિત ઘણીવાર આવે અને જાય. પણ આ સમકિત કાયમ તો ન જ ટકે.
જ્યારે આત્મા અનંતાનુબંધી ચાર કષાયોને ખતમ કરીને, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, એ ત્રણ દર્શન મોહનીય કર્મોને પણ ખતમ કરે ત્યારે તે ક્ષાયિક સમકિત પામે. આ આત્માના ઘરનું સમકિત છે. કર્મોની સહાય વિના-ઉદય વિના પ્રાપ્ત થાય છે. કાયમ ટકે છે. આવેલું કયારે ય પાછું જતું નથી. કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુઓને વંદના કરતાં આ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું હતું. ચાર નારકી તોડી હતી. તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. ક્ષાયિક સમકિતીએ જો આવતાભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તો અંતર્મુહૂર્તમાં જ મરુદેવા માતાની જેમ તે કેવળજ્ઞાન પામે. પણ જો આવતાભવનું આયુષ્ય બાંધી દીધું હોય તો ત્રણ, ચાર કે પાંચ ભવ કરે, પણ તેથી વધારે ભવો તો તે ન જ કરે. તે પહેલાં જ તે મોક્ષે પહોંચી જાય. ક્ષાયિક સમકિતનો આવો વિશિષ્ટ પ્રભાવ છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
૧૮૨