________________
છે. તેમાં ઘણા ફેરફારો થઇ શકે છે. તે ફેરફારો કરવા દ્વારા આપણે બધા કર્મોને ખતમ કરીને, ચૌદે ગુણઠાણા વટાવી ઠેઠ મોક્ષે પહોંચી શકીએ છીએ. મુળ સૌથી મહત્ત્વનું મોહનીય કર્મ છે. તેમાં પણ દર્શન મોહનીય કર્મના ત્રણ પેટાભેદો મુખ્ય છે. મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવ મિથ્યાત્વી કહેવાય. મિશ્ર મોહનીયનો ઉદય થાય,બાકીના બે શાંત રહે તો ત્રીજું મિશ્ર ગુણઠાણું આવે. જો સમકિત મોહનીય કર્મનો ઉદય થાય અને બાકીના બે શાંત રહે તો ક્ષાયોપશમિક સમકિત પ્રાપ્ત થાય. આત્મા ચોથા ગુણઠાણે પહોંચે. જ્યારે આ ત્રણે દર્શન મોહનીય કર્મો શાંત પડ્યા રહે, એકેયનો ઉદય ન હોય ત્યારે આત્મા ઉપશમસમકિત પામ્યો કહેવાય. ઉપશમ એટલે શાંત.
પેલા ચિલાતીપુત્રની વાત તો જાણો છો ને? પોતાની પ્રેયસી સુશીમાને લઇને દોડયો. તેના ભાઇ-પિતા વગેરે તેની પાછળ પડ્યા, ઘણા નજીક આવી ગયા. હવે શું કરવું? ગુસ્સામાં તેણે તલવારથી સુશીમાનું મસ્તક અને ધડ જુદા કરી નાંખ્યા. હાથમાં મસ્તક પકડીને દોડી રહ્યો છે. ચારણમુનિને જોયા. કષાયથી ધમધમતો હતો. શાંતિ નહોતી. પ્રશાન્ત મુનિને જોઇને શાંતિનો ઉપાય પૂછ્યો. મુનિ તો ‘ઉપશમ-વિવેક-સંવર' ત્રણ શબ્દો બોલીને જતા રહ્યા; પણ આ ત્રણ શબ્દોએ ચિલાતીપુત્રના જીવનનું પરિવર્તન કરી દીધું.
ના જીવનપરિવર્તન માટે ત્રણ શબ્દો કાફી છે. અરે ! એક શબ્દ પણ પરિવર્તન કરી શકે; જરુર છે પરિવર્તન પામવાની તીવ્ર ઇચ્છાની. જો તે હોય તો વધારે તત્ત્વજ્ઞાનની પણ જરુર નથી. રહેતા‘ઉપશમ' શબ્દ ઉપર તેનું ચિંતન ચાલ્યું. તે શાંત થઇ ગયો. તેણે તલવાર ફેંકી દીધી. ‘વિવેક' શબ્દે તેને સાચા-ખોટાનું ભાન કરાવ્યું. સુશીમાનું મસ્તક છોડી દીધું. સંવર શબ્દને વિચારતો તે પાપોને અટકાવવા કાઉસ્સગ્ગમાં લીન બન્યો. તેણે આત્મકલ્યાણ સાધી લીધું. flist}
બારસાસૂત્રમાં જણાવ્યું છે કે સાધનાકાળમાં ભગવાન ‘સન્ડે-પસર્નોઉવસ' હતા. એટલે કે ભગવાન શાંત, પ્રશાન્ત, ઉપશાંત હતા. હા આપણે પણ આવા બનવાનું છે. દેરાસર-ઉપાશ્રય-આયંબિલશાળાપાઠશાળામાં કે ઘરે-દુકાને સદા ઉપશાંત રહેવાનું છે. કષાયોને શાંત કરવાના છે. અનાદિકાળથી તમામ આત્માઓ મિથ્યાત્વી જ હોય. જ્યારે સૌથી પહેલાં સમકિત પામે ત્યારે ઉપશમ સમકિત પમાય. આ સમકિત આત્માના ઘરનું છે. કોઇપણ કર્મની સહાય વિના પ્રાપ્ત થાય છે. એક અંતર્મુહૂર્ત સુધી ટકે છે. પરમાત્માની સમૃદ્ધિ જોતાં, જૈન શાસનની મહાનતા સમજાતાં, પ્રવચનનો કોઇ ૧૪ ૧૮૧
તત્વઝરણું
VIS