________________
સંયમીને વધારે પૂજવા જોઇએ. સંયમી પ્રત્યે જેટલો આદર વધારશો તેટલા સંયમીઓ વધશે. પ્રવચનો સાંભળીને માત્ર જ્ઞાની બનો તો ન ચાલે. જીવનનું નક્કર પરિવર્તન થવું જોઇએ.
અમારું ચોમાસું સફળ કે નિષ્ફળ? તેનું બેરોમીટર તમે કોને ગણો છો? વ્યાખ્યાનમાં કેટલા આવ્યા તે? શિબિરોમાં ૨૫૦૦ આવે છે તે ? કેટલો તપ થયો તે? કેટલા મહોત્સવો થયા તે? કેટલા બેન્ડવાજા વાગ્યા તે? કેટલા લાખ રૂપીયા ખર્ચાયા તે? તો આપણે ભૂલીએ છીએ. ચોમાસાની સફળતાનું બેરોમીટર તો તે ગણાય કે કેટલા લોકો પામ્યા? કેટલાના જીવનમાં નક્કર પરિવર્તના આવ્યું? ક્રોધ કેટલાએ ઓછો કર્યો? કડવા શબ્દો બોલવાના કેટલાએ ઓછા કય? આત્મિક વિકાસ કેટલાએ સાધ્યો?
| આ રાગ-દ્વેષ જેટલા ઘટે તેટલું પરિવર્તન ગણાય. આરાધનાઓ કરીને કે પ્રવચનો સાંભળીને રાગ-દ્વેષ વધારવાનું ન કરાય. તત્ત્વજ્ઞાની બનીને કે વિશિષ્ટ પ્રવચનકાર બનીને કે જાત-જાતની શાસન પ્રભાવનાઓ કરી-કરાવીને તમે ફે અમે પોતાના અનાદિકાળના અહંકાર વગેરે કષાયોને પોષવાનું કામ કરીએ તો કેમ ચાલે? કી | જૈન શાસનની તમામ આરાધનાઓ આપણા અનાદિના દોષો/કષાયોને નાશ કરવા માટે છે. હવે તે આરાધનાઓ આપણા અંગત રાગ-દ્વેષને પોષવા માટે શી રીતે કરાય?
ગુણવાનોને પૂજે. ગુણવાનોના ગુણો ગાઓ. ગુણવાનોને બધે આગળ કરો તો ગુણવાનો વધશે. પૈસાદારોને મુખ્ય કરીશું તો પૈસાનું મહત્ત્વ વધશે. પ્રવચનકારોને પૂજશો, બીરદાવશો, તેમના જ ગુણગાન ગાશો તો બધા શાસ્ત્રો ભણવાનું છોડીને, પુસ્તકો વાંચીને પ્રવચનકાર બનવા લાગશે. વક્તા બનશે, પણ જ્ઞાની નહિ બને. તેમની પરિણતિ નહિ ઘડાય. વૈરાગ્ય નબળો પડશે. કદાચ જીવન જોખમમાં મૂકાશે. જે શાસ્ત્રોના જ્ઞાનીઓને આગળ કરશો, બીરદાવશો, તેમના ગુણ ગાશો તો બધા શાસ્ત્રો ભણવા લાગશે. શાસ્ત્રીય જ્ઞાનથી તેમની પરિણતિ ઘડાશે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
| તત્વઝરણું
|
૧૪૦