________________
સંવત ૨૦૫૮ આસો સુદ- ૨ મગળવાર, તા. ૮-૧૦-૦૨,
પાંચ પ્રકારના જ્ઞાનમાં પહેલા ચાર જ્ઞાન ઓછા-વત્તા પ્રમાણમાં થાય પરંતુ પાંચમ કેવળજ્ઞાન તો ક્યારે થાય ત્યારે સંપૂર્ણ જ થાય. - પહેલા ચાર જ્ઞાન તે તે જ્ઞાનાવરણીય કર્મના ચોપશમથી થાય છે. ક્ષયોપશમ ઓછો-વધારે થતો હોવાથી, તેનાથી પ્રગટ થતું જ્ઞાન પણ ઓછા વધારે પ્રમાણમાં હોય. કેવળજ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ નાશ થવાથી જ થાય. માટે તે એકી સાથે સંપૂર્ણ જ થાય, ઓછા-વધારે પ્રમાણમાં નહિ. આ બધા કેવળજ્ઞાનીઓનું કેવળજ્ઞાન એક સરખું જ હોય, કારણકે બધાને જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયો છે. આદિનાથ, નેમીનાથ, મહાવીર સ્વામી, સીમંધરસ્વામી, ગૌતમસ્વામી, ચંદનબાળાજી, મૃગાવતીજી વગેરેના કેવળજ્ઞાનમાં કોઇ ફરક નહિ. તમામે તમામ અરિહંત ભગવંતો, સિદ્ધભગવંતો, કેવળજ્ઞાનીઓ વગેરેનું કેવળજ્ઞાન સરખું જ હોય. જ્યારે જુદા જુદા આત્માઓના મતિજ્ઞાન વગેરે ચારે જ્ઞાનો જુદા જુદા પ્રકારના હોય. પ્રાયઃ એક સરખા ન હોય. - ચૌદ પૂર્વધરોને શ્રુતકેવલી કહેવાય છે. તે તમામને ૧૪ પૂર્વોનું સૂત્રથી (શબ્દથી) જ્ઞાન એક સરખું હોય પણ અર્થથી બધાનું જ્ઞાન સમાન ન હોય. શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ બધાનો જુદો જુદો હોવાથી તેમના અર્થબોધમાં જુદાપણું હોય છે. I એક ચૌદપૂર્વી કરતાં બીજા ચૌદ પૂર્વીનો બોધ (૧) અનંતગુણ વધારે (૨)અસંખ્યાતગુણ વધારે (૩)સંખ્યાતગુણ વધારે (૪)સંખ્યાત ભાગ વધારે (૫) અસંખ્યાત ભાગ વધારે કે (૬)અનંત ભાગ વધારે એમ છ પ્રકારે વધારે હોઇ શકે છે. એ જ રીતે એક ચૌદપૂર્વી કરતાં બીજા ચૌદપૂર્વીનો બોધ ઉપરના છ પ્રકારે ઓછો પણ હોઇ શકે છે. આમ, બધા જીવોનું શ્રુતજ્ઞાન સરખું નથી પણ ઓછું-વધારે છે. ' | રાજાના મંત્રીમંડળમાં રહેલા જુવાનિયાઓને ઘરડામંત્રીઓ સહન થતા નહોતા. તેમણે રાજાને કહ્યું કે “સાઠે બુદ્ધિ નાઠી' કહેવત તો આપ જાણો છો ને? ઘરડાઓને બદલે યુવાનમંત્રીઓ લો તો કેવું? રાજા કહે છે, “તમારી વાત વિચારણીય છે. પણ પહેલા તમે મને જવાબ આપો કે રાજાના મોઢા ઉપર કોઇ લાત મારે તો તેને શું કરવું જોઇએ? જુવાનિયાઓ બોલ્યા “એમાં પૂછવાનું શું? તેને ફાંસીએ ચડાવી દેવો. પછી રાજાએ વૃદ્ધમંત્રીઓને બોલાવીને એ જ સવાલ પૂછયો. છે. યુવાનવયમાં લોહી ગરમ હોય. ઉતાવળીયો સ્વભાવ હોય. જલદીથી તત્વઝરણું
૧૪૮