________________
આપ આપના રાજકી તો પાછળ મારે. મોના તલવારથી મસ્તક
આવેશમાં આવી જાય. સારાસારનો વિચાર બરોબર ન કરી શકે. વૃદ્ધો પીઢઅનુભવી હોય. દીર્ઘદૃષ્ટા હોય. સારા-ખોટાના વિચાર કરીને ગંભીરતાથી નિર્ણય લે. તેથી તો કહેવત છે ને કે, “ઘરડાં ગાડા વાળે.'' જ વૃદ્ધમંત્રીઓએ પરસ્પર વિચારણા કરીને કહ્યું કે, “રાજન ! આપના મોઢે લાત મારનારને રાજ્ય આપવું જોઇએ.” જુવાનિયા બોલ્યા ! “જોયું ને રાજન ! ઘરડાઓની બુદ્ધિ કેટલી છે? તે જાણી લીધું ને?''
- રાજાએ વૃદ્ધોને તેમના જવાબ પાછળનું રહસ્ય પૂછ્યું. તેઓ કહે, “રાજન! આપના મોઢે લાત કોણ મારે? દુશ્મનો તો તલવારથી મસ્તક ઉડાડે. તીરથી વીંધી દે. લાત મારે તો પાછળ મારે. મોઢા ઉપર કેવી રીતે મારે? આ તો આપ આપના રાજકુંવરને ખોળામાં રમાડતા હો ત્યારે તેની લાત આપના મોઢે વાગે તેમ બને ! રાજકુંવરને ફાંસી અપાય કે રાજ્ય અપાય? રાજાએ યુવાના મંત્રીઓને કહ્યું, “સાંભળી આમની વાત ! આમની પાસે અનુભવોનો નિચોડ છે? હવે સમજાઇ ગયું ને કે તેમની સલાહ હું વારંવાર કેમ લઉ છું?”
યુવાનોની બુદ્ધિ જુદી, વડિલોની બુદ્ધિ જુદી, કારણકે બુદ્ધિ પેદા કરનારો મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જુદો જુદો છે. તે જ રીતે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પણ જુદા જુદા જીવોનું જુદા જુદા પ્રકારનું હોય છે. માત્ર કેવળજ્ઞાન એવું છે કે જે બધાને સરખું જ હોય. થોડું આવ્યા પછી ધીમે ધીમે વધતું જાય તેવું ચાર જ્ઞાનમાં બને પણ કેવળજ્ઞાનમાં નહિ. તે તો એકી સાથે પૂરેપૂરું જ થાય. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન. - જ્ઞાનાવરણીય કર્મ બંધાઇ ન જાય તેની કાળજી રાખવી. જે બાંધેલું છે તેનો નાશ થાય તે માટે પ્રયત્ન કરવો. પેલા માલતુષ મુનિ ! જ્ઞાનાવરણીય કર્મનો એવો ઉદય થયો કે કાંઇ યાદ ન રહે.
ગુરુએ કહ્યું કે, વધુ ન ભણાય તો કાંઇ નહિ. “મા રુષ મા તુષ” આ એક વાકય ગોખી દો. એમાં બધા આગમોનો સાર આવી જાય છે. કોઇના ઉપર રોષ ન કરીશ કે કયાંય તોષ ન કરીશ. ગુસ્સો ન કરીશ કે સુખમાં લીન ના બનીશ. બધે સમભાવ રાખજે.”
જ્ઞાનસારમાં પૂ. યશોવિજય મ. સાહેબ જણાવે છે કે એક માત્ર નિવણ-મોક્ષ પદને વારંવાર ભાવિત કરવામાં આવે તો તે એક પદનું જ્ઞાન પણ મોક્ષ અપાવવા સમર્થ છે. તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. વધારે પદોના જ્ઞાનનો આગ્રહ નથી.
એક પદ પણ વૈરાગ્યની પરિણતિ પેદા કરે તો પર્યાપ્ત છે. વૈરાગ્ય પેદા ના કરે તેવા ઢગલાબંધ પદો મેળવવાનો શો અર્થ? આત્માના કલ્યાણનો આધાર તત્વઝરણું
૧૪૯.