________________
જ્ઞાન નહિ પણ નિર્મળ પરિણતિ છે. રાગ-દ્વેષની મંદતા છે. વૈરાગ્ય છે, તે ન ભૂલવું. JOVING
‘મા રુષ મા તુષ' આટલા શબ્દો પણ તે મુનિને યાદ નથી રહેતા. ભૂલમાં માપતુષ માપતુષ ગોખાય છે. મુનિઓ ભૂલો કાઢે તો સુધારે છે, પણ પાછું માષતુષ માષતુષ થઇ જાય છે. બધાએ તેમનું નામ માપતુષમુનિ પાડી દીધું. મુનિ વધુને વધુ ગોખવાનો ઉધમ કરે છે, પણ દીન નથી બનતા. આર્તધ્યાન નથી કરતા. ધર્મ માટે પણ આર્તધ્યાન ન કરાય. જ્ઞાન ન ચડે તો દીન ન બનાય. હાય-વોય ન કરાય. આર્તધ્યાન ન કરાય. નહિ તો અજ્ઞાન પરિષહ હારી ગયા ગણાય. કર્મોના કારણે જ્ઞાન ન ચડે તો જ્ઞાન મેળવવાનો ઉદ્યમ કરવો. તપ ન શકે
.
૨૨ પરિષહોને સહેવાના છે. તેમાં અજ્ઞાનપરિષહ અને પ્રજ્ઞાપરિષહ આવે છે. જ્ઞાન ન ચડે, ન આવડે, ન યાદ રહે તો દીન બની જઇએ, હાયવોય કરીએ તો અજ્ઞાન પરિષહ હારી ગયા કહેવાઇએ. તેવા સમયે જ્ઞાન મેળવવાનો ઉદ્યમ કરવા સાથે મેં પૂર્વે કેવા જ્ઞાનાવરણીય કર્મો બાંધ્યા હશે કે જેથી આ સ્થિતિ નિર્માણ થઇ? તેનો વિચાર કરીને તે પાપોનો પશ્ચાત્તાપ કરવો. તેવી વિરાધના ન કરવાનો, જ્ઞાનની આરાધના કરવાનો સંકલ્પ કરવો. પરંતુ લઘુતાગ્રંથીથી પીડાવાની જરુર નથી. આત્મવિશ્વાસ કેળવીને નવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો.
જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થવાના કારણે બીજાની અપેક્ષાએ વધારે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેનો અહંકાર ન થઇ જાય તેની જાગૃતિ રાખવાની છે. નહિ તો પ્રજ્ઞા પરિષહ હારી જવાશે. મળેલા જ્ઞાનને પચાવવાનું છે, પણ ગુરુતાગ્રંથીનો ભોગ બનવાનું નથી. જેમ જેમ આંબા ઉપર કેરી આવતી જાય તેમ તેમ ડાળીઓ ઝુકતી જાય છે, તેમ જ્ઞાન વધતાં નમ્ર બનવું જોઇએ.સી જ્ઞાનસારમાં પૂ. યશોવિજયજી મ. સાહેબ જણાવે છે કે જો તું ગુણો વડે પૂર્ણ છે, તો તારે જાત પ્રશંસા કરવાની શી જરુર છે? તારે હજુ શું મેળવવાનું બાકી છે કે જેના માટે તારે જાત પ્રશંસા કરવી પડે ! અને જો તું ગુણો વડે પૂર્ણ નથી તો પણ તારે જાત પ્રશંસા કરવાની શી જરુર છે? તારી અધૂરી જાત તને જ્યારે દેખાય છે ત્યારે તું જાતપ્રશંસા કરી શકે જ શી રીતે? આમ કોઇપણ કારણે જાતપ્રશંસા કરાય નહિ.
દુનિયામાં શેરના માથે સવાશેર પણ હોય છે. તેથી આપણા કરતાં ચડિયાતાને નજરમાં લાવીને અહંકારને દૂર કરવો. આ કાળમાં પોતાનાથી ચડિયાતા કોઇ ન જ જણાતા હોય તો પૂર્વના કાળમાં થયેલી તેવી ચડિયાતી ૨ ૧૫૦
તત્વઝરણું