________________
વ્યકિતઓને નજરમાં લાવીને તેની અપેક્ષાએ પોતાની હલકાઇ વિચારીને પણ અહંકાર કાબૂમાં લેવો. ચૌદપૂર્વધરની સામે આપણું જ્ઞાન કેટલું? તીર્થકરોની અપેક્ષાએ આપણું પુણ્ય કે રુપ કેટલું? શી રીતે અહંકાર કે આત્મપ્રશંસા કરી શકાય? - જે અહંકારી હોય તેને પોતાના સિવાયના બધા તુચ્છ લાગે. હલકા લાગે. lam everything એનું સૂત્ર બને. પણ આપણે તો am nothing ને આપણું સૂત્ર બનાવવાનું છે. નમ્ર બનવા માટે આ વાત છે, પણ લાચાર, દીન કે હતાશનિરાશ બનવાની વાત નથી.
આ ભવમાં કે ભૂતકાળમાં થયેલા તમામ પાપો બદલ વારંવાર પશ્ચાત્તાપા કરવાનો છે. ચૌધાર આંસુએ રડવાનું છે. સિંહ-વાઘ-કૂતરા-બિલાડાના ભવોમાં શું આપણે પાપો નથી કર્યા? આ ભવમાં પણ પાપો નથી કર્યા? તો રડતા કેમ નથી? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે મળેલા જ્ઞાનના અભિમાનથી અક્કડ કેમ બનીએ છીએ? કે માપતુષ મુનિ ગમે તેટલું ગોખે તો ય “મા રુષ મા તુષ યાદ રાખી શકતા નથી. વારંવાર ભૂલી જાય છે. ખોટું બોલાય છે. બીજા મુનિઓ યાદ કરાવે તો. તેમની ઉપર ગુસ્સે નથી થતાં, પણ તેમનો વારંવાર ઉપકાર માને છે. પોતાના મંદ ક્ષયોપશમને નજરમાં લાવીને પૂર્વ ભવોમાં બાંધેલા જ્ઞાનાવરણીય કર્મો બદલા પશ્ચાત્તાપ કરે છે. ( ૧૨ વર્ષ વીતી ગયા. રોજ ભણવાનો ઉધમ ચાલુ છે. પણ યાદ રહેતું નથી. અડધી રાતે જાગી જાય છે. પશ્ચાત્તાપમાં લીન બન્યા. જ્ઞાનની કેવી કેવી વિરાધનાઓ કરી હશે? તે યાદ કરી કરીને માફી માંગવા લાગ્યા. પશ્ચાત્તાપની તીવ્રતાએ તેમને ધ્યાનમાં લીન કરી દીધા. ક્ષપકશ્રેણી મંડાઇ. ઘાતકર્મો નાશ પામ્યા. તેઓ કેવળજ્ઞાન પામ્યા..
હસતા હસતા કેવળજ્ઞાન કોઇને મળ્યું નથી. રડતાં રડતાં કેવળજ્ઞાન કોને નથી મળ્યું? તે સવાલ છે ! પાપો બદલ રડી તો જુઓ. આપણે પશ્ચાત્તાપથી રડવાની સાધના કરવાની છે.
એઠાં મોઢે બોલીએ, વાંચીએ, ભણીએ, જ્ઞાન કે જ્ઞાનના ઉપકરણોને ઘૂંક લગાડીએ, પગ અડાડીએ, નીચે જમીન ઉપર મૂકીએ, તે બધું લઇને સંડાશબાથરુમમાં જઇએ, ખાઇએ, બગલમાં રાખીએ, તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
જેમાં અક્ષરો કે આંકડા હોય તે જ્ઞાન કહેવાય. ઘડિયાળ, પૈસા વગેરેમાં અક્ષરો-આંકડાઓ હોય છે. અક્ષર-આંકડાવાળી ઘડિયાળ, પૈસા-કપડા સાથે
તત્વઝરણું
-
૧૫૧