________________
જ્ઞાન વિનાનો વૈરાગ્ય ચાલે પણ વૈરાગ્ય વિનાનું જ્ઞાન ન ચાલે. સંયમજીવનની પાત્રતા જ્ઞાન નહિ પણ વૈરાગ્ય છે.
ભગવાન અને ગુરુને સમર્પિત રહેવાથી, તેમની આજ્ઞા પાળવાથી મોહનીય કર્મ નબળું પડે, નાશ પામે. તેથી ભગવાનની બધી આજ્ઞા માનવી. શક્તિ પ્રમાણે પાળવાનો પ્રયત્ન કરવો. જે આજ્ઞા ન પાળી શકો તે માટે હૃદયમાં ભારોભાર દુઃખ જોઇએ. - આત્માનો વિકાસ જ્ઞાનાવરણીય કર્મ નબળું પડવાથી પેદા થતાં જ્ઞાનના આધારે નહિ પણ મોહનીય કર્મ નબળું પડતાં પ્રાપ્ત થતાં વૈરાગ્ય તથા આચારના આધારે છે.
અનંતાનુબંધી કષાયો પેદા કરનારું મોહનીયકર્મ નબળું પડે એટલે સમકિત આવે. અપ્રત્યાખ્યાનીચ કષાયો દૂર થાય એટલે શ્રાવકજીવન આવે. પ્રત્યાખ્યાનીય કષાયો દૂર થાય એટલે સંયમજીવન મળે અને સંજવલન કષાયો જાય એટલે યથાખ્યાત ચારિત્ર આવે.
- હવે તમે એવું કહી શકો ખરા કે પાંચ પ્રતિક્રમણ આવડે એટલે સમકિત આવે, ચાર પ્રકરણ ભણે એટલે શ્રાવક બનાય. છ કર્મગ્રંથ ભણીએ એટલે સાધુ જીવન મળે? ના, જ્ઞાનના આધારે નહિ, વૈરાગ્ય અને આચારના આધારે જ જીવન ઉન્નત બની શકે. માટે વૈરાગી, આચાર સંપન બનવાનો પ્રયત્ન સતત કરવો જોઇએ. - છ કર્મગ્રંથ, તત્ત્વાર્થ વગેરેનું જ્ઞાન મેળવીને પંડિત બની ગયા પછી પણ રાત્રિ ભોજન ન છોડે, કંદમૂળ ન છોડે, સામાયિક-પ્રતિક્રમણ પ્રત્યે રુચિ ન હોય તો કેવું ગણાય? આવું કેમ? કારણકે તેમણે જ્ઞાનાવરણીય કર્મ નબળું પાયું, પણ મોહનીય કર્મને નબળું ન પાડ્યું. તે તેમણે જ્ઞાન મેળવ્યું, પણ વૈરાગ્ય ન મેળવ્યો. જ્ઞાન ઓછું હોય તો હજુ ચાલે, પણ વૈરાગ્ય ઓછો હોય તો ન ચાલે. જેના ચોથા વ્રતના ઠેકાણા ન હોય તેવો જ્ઞાની ચડે કે ચોથા વ્રતમાં મજબૂત હોય તેવો અલ્પ જ્ઞાની ચડે? છો
ભણીને દીક્ષા લેજે. હજુ તો તું ઘણું ઓછું ભણ્યો છે. ઉતાવળ શું છે? આવું ન બોલાય. દીક્ષા લીધા પછી આખી જીંદગી ભણવાનું જ છે ને? દીક્ષા માટે વૈરાગ્ય જોઇએ. વૈરાગ્ય જોરદાર હોય તો દીક્ષા અપાય. વહેલી દીક્ષા થશે તો વધારે ભણશે. ભણવા માટે સંસારમાં રાખવા માંગતા હોય તેને પૂછવાનું મન થાય છે કે વધુ સમય સંસારમાં ભણી શકાય કે સંયમમાં ભણી શકાય?
આપણું આકર્ષણ જ્ઞાન ઉપર નહિ, વૈરાગ્ય ઉપર જોઇએ. જ્ઞાની કરતાં
તત્વઝરણું
|
૧૪૬