________________
થાય ત્યારે તેનો નિગ્રહ કરવા પ્રયત્ન કરવો. ક્રોધને અટકાવવા ક્ષમા, અભિમાનને અટકાવવા માર્દવ (નમ્રતા), માયાને દૂર કરવા આર્જવ (સરળતા) અને લોભને દૂર કરવા મુક્તિ (નિર્લોભિતા) નામના પ્રથમ ચાર યતિધર્મોનું સેવન કરવું. શાસ્ત્રોમાં આવા દસયતિધર્મો બતાડયા છે. દીક્ષા લીધા પછી પણ પ્રશસ્ત કષાયો તથા મન-વચન-કાયાની શુભપ્રવૃત્તિઓ ચાલુ છે. હજુ ભગવાન બન્યા નથી, સાધક અવસ્થામાં છે. શિષ્યોનું કલ્યાણ કરવા ક્યારેક ઠપકો વગેરે પણ આપવા પડે.
તીર્થકરો વીતરાગ છે. તેમને રાગ-દ્વેષ નથી. કષાયનો દરવાજો તેમણે બંધ કર્યો છે. તેથી તેઓ પોતાના શિષ્યો સ્થવિર સાધુઓને સોંપે છે. સ્થવિરો વીતરાગ ન હોવાથી શિષ્યોને પ્રોત્સાહિત કરી શકે છે. તો ભૂલ બદલે તેમને ઠપકારી પણ શકે છે.
ગચ્છાચાર પગન્ના, સંબોધસિત્તરી વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે જે ગચ્છમાં સારણા, વારણા, ચોયણા, પડિચોયણા ન હોય તે ગચ્છ ગચ્છ નથી. સંયમની ઇચ્છાવાળાએ તેવા ગચ્છને છોડી દેવો જોઇએ. ત્યાં રહેવાથી સંયમનું પાલન ના થાય. પર સારણા એટલે સ્મારણા. ભૂલ યાદ કરાવવી. વારણા એટલે નિવારણા. ભૂલ કરતાં અટકાવવા. ચોયણા એટલે કડક શબ્દોમાં ઠપકો આપવો અને પડિચોયણા એટલે જરુર પડે તમાચો મારવો કે ચાર જણાની વચ્ચે કહેવું.
ગુરુ જેટલા, કડક, તેટલું આપણું હિત જલદી થાય. ગુરુની ગાળ ધીની નાળ લાગવી જોઇએ. ગુરુનો ઠપકો મળે તે દિન શિષ્ય માટે સોનાનો દિવસ ગણાય.
શિષ્યોને સાચા માર્ગે લાવવા, ટકાવવા અને આગળ વધારવા ગુરુએ પણ પ્રશસ્ત રાગ-ક્રોધાદિ કરવા પડે છે. સાચો શિષ્ય તે છે કે જે તેને પ્રેમે સ્વીકારે છે. કોઇ સારું કહે તે ગમે, કે સાચું કહે તે ગમે? સારું સાંભળવાની નહિ પણ સાચું સાંભળવાની તૈયારી રાખો તો જીવનનો વિકાસ થશે. ગુરુની કડવી પણ સાચી વાત સાંભળવાની અને સ્વીકારવાની તૈયારી રાખવી.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
|
૧૩૧